રાજકોટ મહાનગરપાલિકા ૩૦ કરોડના ખર્ચે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવશે
રાંદરડાના કાંઠે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ લીલી ઝંડી આપી
રાજકોટીયન્સને ખુલ્લામાં વિહરતા સિંહદર્શન માટે હવે સાસણ કે ગીર જંગલમાં જવું નહીં પડે. રાજકોટ મહાનગરપાલિકા ૩૦ કરોડના ખર્ચે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. રાજકોટ મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક પાછળ રાંદરડાના કાંઠે એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીએ લીલી ઝંડી આપી છે. હાલમાં રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે રાજકોટ શહેર તથા આસપાસના જિલ્લામાંથી પણ મુલાકાતીઓ ઝૂ ખાતે આવતા હોય છે.ત્યારે ઈકો ટૂરીઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે લાયન સફારી પાર્ક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.જેમાં આજીડેમ અને પ્રદ્યુમન પાર્કના ૧૩ સિંહમાંથી એક ગ્રુપ આ સફારી પાર્કમાં મૂકવામાં આવશે છે. જેને લોકો જીપમાં બેસીને સિંહ દર્શન કરી શકશે. આ એશિયાટીક લાયન સફારી પાર્કની વાત કરીએ તો રાંદરડાના કાંઠે આરસીસીની કમ્પાઉન્ડ વોલ બનાવાશે તેમજ ૩૩ હેક્ટરમાં ૩૦ કરોડના ખર્ચે સફારી પાર્ક બનાવાશે.
તો પ્રવાસીઓને ઈલેક્ટ્રિક વાહનમાં બેસાડી સિંહ દર્શન કરાવી શકાશે. આજીડેમ અને પ્રદ્યુમન પાર્કના ૧૩ સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્કમાં મૂકાશે. તો સિંહ માટે નાઈટ શેલ્ટર, નજર રાખવા માટે બે વોચ ટાવર પરથી નજર રખાશે. પ્રાણીઓ માટે પાણીના બે પોન્ડ, આર્ટિફિશિયલ ચેકડેમ બનાવામાં આવશે. તો સિંહના અલગ-અલગ લોકેશન પર પહોંચવા ઈન્ટરકનેક્ટેડ રોડ પણ બનાવવામાં આવશે. તો ગીર જંગલ જેવી આબોહવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દેશની પ્રથમ પાલિકા બની છે. જે શહેરમાં લાયન સફારી પાર્ક બનાવશે.તો લાયન સફારી પાર્કમાં સિંહોના કુદરતી રહેઠાણને સુસંગત જંગલ પણ બનાવવામાં આવશે.જેના માટે બાકી રહેલા ભાગમાં વૃક્ષારોપણ કરાઈ રહ્યું છે.તો સાથે સાથે આયુર્વેદિક વન પણ બનાવવામાં આવ્યું છે.જેથી સિંહ દર્શનની સાથે સાથે આયુર્વેદમાં ઉપયોગી હોય તેવા વૃક્ષો પણ લોકોને જાેવા મળશે.
Recent Comments