બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલની તમામ ફિલ્મો રહી છે સુપરહિટ
વિક્કી કૌશલ હાલમાં પોતાની રિલીઝ ફિલ્મ સેમ બહાદુર અનં ડંકીની સફળતાનો જશ્ન મનાવી રહ્યો છે. ત્યારે વિક્કી કૌશલને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, વિક્કી કૌશલને ઈન્સ્ટાગ્રામ ફોલો કરે છે. વિક્કી કૌશલને હવે ઈન્સ્ટાગ્રામ દ્વારા ફોલો કરવામાં આવે છે, જેને ૬૬૫ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે પરંતુ પેજ સિવાય ૮૧ એકાઉન્ટને ફોલો કરે છે. તેમાંથી એક હવે વિક્કી કૌશલ છે.
વિક્કી કૌશલ હવે ઈન્સ્ટાગ્રામ દ્વારા ફોલો કરનાર પહેલો બોલિવુડ સ્ટાર બની ગયો છે. વિરલ ભયાણીના ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર થતા લોકો રિએક્શન આપી રહ્યા છે. વિક્કી કૌશલની દરેક ફિલ્મ સુપરહિટ રહી છે. તેની એક્ટિંગના પણ લોકો વખાણ કરતા હોય છે. વિક્કી કૌશલે બોલિવુડ અભિનેત્રી કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા છે. તમને જણાવી દઈએ કે, વિક્કી કૌશલ હાલમાં જ શાહરુખ ખાનની ફિલ્મ ડંકીમાં જાેવા મળ્યો હતો.
સાથે વિક્કી કૌશલની ફિલ્મ સેમ બહાદુરે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં વિક્કી કૌશલે ફીલ્ડ માર્શલનો રોલ પ્લે કર્યો હતો. વિક્કી કૌશલની અપકમિંગ ફિલ્મ મેરે મેહબુબ મેરે સનમમાં તૃપ્તિ ડિમરી અને ફાતિમા સના શેખની સાથે જાેવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. અને આ ફિલ્મ આગામી વર્ષે ૨૦૨૪માં ફ્રેબુઆરીમાં મોટા પડદાં પર રિલીઝ થશે.
Recent Comments