અમરેલી તા.૨૭ અમરેલી મા સિનિયર સિટીઝન પાર્ક ખાતે અરજદારો ને સરકારી ઓફિસના પગથિયા ચડવાના બદલે સરકાર તમારે દ્વારે કાર્યક્રમ રૂપી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
અમરેલી તા.૨૭ અમરેલી મા સિનિયર સિટીઝન પાર્ક ખાતે અરજદારો ને સરકારી ઓફિસના પગથિયા ચડવાના બદલે સરકાર તમારે દ્વારે કાર્યક્રમ રૂપી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. સાથોસાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કરાક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લેવા અરજદારોને સબંધિત ઓફિસે જવું પડેશે.તેના બદલે અમરેલી ના આંગણે ફોરવર્ડ સર્કલ ના સિનિયર સિટીઝન પાર્ક ખાતે ૨૮ મી ડિસેમ્બર ના રોજ સવારે ૯ થી ૨ વાગ્યા સુધી સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન અમરેલી નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે.સેવાસેતુ કાર્યક્રમમા અરજદારો ને આવક ના દાખલા,આધાર કાર્ડ,જાતિના દાખલા,કુંવરબાઈનું મામેરું, દિવ્યાંગ પ્રમાણપત્ર, બસ પાસ, ૭/૧૨, ૮/અ ના દાખલા,જાતિ પ્રમાણપત્ર,જન્મ મરણ દાખલા સ્થળ પર જ આપી દેવામાં આવશે.તેમજ અન્ય સરકારી સહાયો માટે પણ સ્થળ ઉપરજ નિકાલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાશે.જ્યારે સ્થળ ઉપર શક્ય ન હોઈ તેવી અરજીઓ સ્વીકારી ઓફિસ સમય દરમ્યાન નિકાલ કરાશે.
આજના દિવસે આજ સ્થળ ઉપર સવારે દશ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું પણ આયોજન કરવામાં આવેલ છે.જેના મુખ્ય અતિથિ મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા રહેશે.આ કાર્યક્રમ બપોરના ૩:૩૦ ક્લાકે નગર સેવા સદન અમરેલી ખાતે તેમજ ૨૯ ડિસેમ્બર ના રોજ સવારે ૧૦ કલાકે શિવાજી ચોક જેસીંગપરા સિટી સિવિક સેન્ટર ખાતે અને બપોરે ૩:૩૦ કલાકે મંગળાબેન બાલમંદિર બહારપરા અમરેલી ખાતે યોજાનાર હોવાનું પાલિકા પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, ચીફ ઓફિસર એચ.કે.પટેલે જણાવેલ હતું.
Recent Comments