અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં થેલેસેમિયા કેમ્પનું આયોજન. 

માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન ,સાવરકુંડલા (હાલ મુંબઈ ),ઇન્ડિયન   રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તથા શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના એન.એસ.એસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯-૧૨-૨૩ ના રોજ સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે “મેગા થેલેસેમિયા કેમ્પ”નુંઆયોજન થયું, જેમાં ૧૧૮ બહેનોએ થેલેસેમિયા પરીક્ષણ કરાવ્યું. મહેમાનોનું સ્વાગત પ્રિન્સિપાલ ચાવડા સાહેબે કહ્યું કર્યું .

કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી  જયંતીભાઈ વાટલીયા, ઉપપ્રમુખ મુકુંદભાઈ નાગ્રેચા , ટ્રસ્ટી એ. ડી.રૂપારેલ , અષ્ટકાંતભાઈ સૂચક , પત્રકાર બિપીનભાઈ પાંધી અને યોગેશભાઈ  ઉનડકટ તેમજ રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે ટાઉન પોલીસ સ્ટેશન સાવરકુંડલાના પી.આઈ શ્રી ચૌધરી સાહેબ ઉપસ્થિત રહી થેલેસેમિયા પરીક્ષણના મહત્વ વિશે વિદ્યાર્થીનીઓને માહિતગાર કર્યા હતા. રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદની ટીમે પરીક્ષણની પ્રશંસનીય કામગીરી કરી ,જેમાં શ્રી સંજયભાઈ, ઉર્વીબેન તેમજ જાનકીબેને સેવા આપી હતી. કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ કોર્ડીનેટર પ્રા. ડો .કે.પી વાળાએ કર્યું હતું.  આભારદર્શન પ્રા. છાયાબેન શાહે કર્યું હતું .કાર્યક્રમને સફળ બનાવવામાં વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Related Posts