fbpx
ગુજરાત

ઈ-જેલ પોર્ટલ પર વિગત નાંખતા ૧૬ વર્ષથી લાપતા ભાઈ મળી આવ્યોભાઈ લાજપોર સેન્ટ્રલ જેલમાં દ્ગડ્ઢઁજી એક્ટના આરોપમાં સજા કાપી રહ્યો હતો

સુરત જેલ સહાયક દ્વારા ૧૬ વર્ષથી લાપતા ભાઈની વિગત ઈ-જેલ પોર્ટલ પર નાખવામાં આવતા તેનો લાપતા ભાઈ મળી આવવાનો કિસ્સો સામે આવ્યો છે. દાયકાથી સંપર્કવિહોણા સભ્યને મળનાર પરિવારના ભાવુક દ્રશ્ય સર્જાયા હતા. કેદી ભરત હકમા ચૌધરીના નાના ભાઈ ૨૭ વર્ષીય દશરથ હકમા ચૌધરી વર્ષ ૨૦૧૭માં ગુજરાત રાજ્ય જેલ વિભાગમાં જેલ સહાયકની નોકરીમાં જાેડાયા હતા

અને છેલ્લા એક વર્ષથી અમદાવાદ મધ્યસ્થ જેલના આઈ-પ્રેઝન્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા.દશરથે કુતૂહલવશ ઈ-જેલ પોર્ટલમાં મોટા ભાઈ ભરત હકમાનું નામ શોધ્યું ત્યારે તેને ખબર પડી કે તે લાજપોર સેન્ટ્રલ જેલમાં દ્ગડ્ઢઁજી એક્ટના આરોપમાં સજા કાપી રહ્યો છે. આ પછી કેદીના પિતા, ભાઈ અને અન્ય સંબંધીઓ તાત્કાલિક લાજપોર સેન્ટ્રલ જેલ પહોંચ્યા અને આરોપી ભરતને મળવા માટે જેલ અધિક્ષકનો સંપર્ક કર્યો જે ક્ષણે ભાવુક દ્રશ્ય સર્જાયા હતા. સૂત્રો અનુસાર વર્ષ ૨૦૨૧માં બસમાંથી ગાંજાે ઝડપાવાના કેસમાં ભરતની ધરપકડ થઇ હતી.

મહત્વનું એ છે કે આરોપી જેલમાં હીરા ઘસવામાં કુશળ કારીગર હતો. વર્ષ ૨૦૨૧ માં ભરત જે બસમાં હતો તે જ બસમાંથી ગાંજાનો કેશ મળી આવ્યો હતો. આ મામલો હાલ કોર્ટમાં છે પરંતુ ભરતે તેની સ્પષ્ટતામાં કહ્યું છે કે તેની બસમાંથી એક લાવારસ બેગ મળી આવી હતી. આ હેરાફેરીમાં તેનો કોઈ હાથ નહોતો. આ પછી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી હતી અને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો. સુરતની જેલમાં હીરા ઉદ્યોગમાં ડાયમંડ ગ્રાઇન્ડીંગની ટ્રેનિંગ ચાલી રહી હતી જેમાં ભરતે પણ ટ્રેનિંગ લીધી અને એક કુશળ હીરા કામદાર તરીકે કામ શરૂ કર્યું હતું. ઇ-જેલ એપ્લિકેશન જેલ અને કેદી વ્યવસ્થાપન સંબંધિત તમામ પ્રવૃત્તિઓને એકીકૃત કરે છે. તે અદાલતો, જેલ સત્તાવાળાઓ અને ફોજદારી ન્યાય પ્રણાલી સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓને વાસ્તવિક સમયના વાતાવરણમાં જેલમાં બંધ કેદીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે. તે ઓનલાઈન મુલાકાતની વિનંતીઓ અને ફરિયાદ નિવારણની સુવિધા પણ આપે છે.

Follow Me:

Related Posts