સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. વી. મોદી હાઈસ્કૂલમાં વાલી સંમેલન યોજાયું
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.વી. મોદી હાઇસ્કુલ ખાતે ગત સપ્તાહે આ શાળાના કમ્યુનિટી હોલમાં સવારે નવ કલાકે ધોરણ ૧૦ અને ૧૨ ના વાલીઓનું સંમેલન રાખેલું હતું. વાલી સંમેલનનો હેતુ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરે તેવો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય આશિષભાઈ જોશી તેમજ શ્રી નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી વિનુભાઈ રાવળ અને કારોબારી સભ્ય ગીતાબેન જોશી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાએ પ્રાર્થના ગીતથી કર્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક નાજાભાઇ શિયાળે આગંતુકોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. શાળાના આચાર્ય આશિષભાઈ જોશીએ વાલી સંમેલનનો હેતુ અને બોર્ડની પરીક્ષામાં તમારું સંતાન ઉચ્ચ ગુણ સાથે કેવી રીતે પાસ થાય તેમાં શાળાની અને વાલીની ભૂમિકા શું છે તેની વિશેષ રીતે રજૂઆત કરી હતી.
ત્યાર પછી ગીતાબેન જોશીએ મોબાઈલ અને ટીવીથી વાલીઓને સતર્ક રહેવા ટકોર કરી. ટ્રસ્ટી વિનુભાઈ રાવળે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા પદ્ધતિ વિશે વાલીઓને વાકેફ કર્યા હતા. વિદ્યાર્થી પાસિંગ ગુણ ૩૩ કેટલી સરળતાથી લાવી શકે તેની સમજૂતી આપી હતી. સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકો અને શાળાનું સંચાલન કરતી સંસ્થા શ્રી નુતન કેળવણી મંડળ શું પ્રયત્ન કરે છે તેની પણ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે વાલીઓએ પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા અને વાલીઓએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સિનિયર શિક્ષક જીતુભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમને શ્રી શૈલેષભાઈ ખરાડી, શિયાળ સાહેબ અને ક્રિષ્નાબેન વગેરે સહકાર આપ્યો હતો.
Recent Comments