જ્યારે સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાના પ્રયાસો ગતિમાન હોય તેવી વેળાએ સાવરકુંડલા શહેરની મધ્યમાં સૌને સૌનો સમય બતાવવા માટે સર્જાયેલ ટાવર અર્થાત ટાવર ઘડિયાળના એ થંભી ગયેલાં કાંટાને ફરી કાર્યાન્વિત ન કરી શકાય? એવો વેધક સવાલ આજરોજ સાવરકુંડલાના સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. હા, આ સવાલમાં સાવરકુંડલાના શહેરીજનોની એ દબાયેલી લાગણીઓ પણ કદાચ ફરી અંકૂરિત થતી હોય તેવું લાગે છે. સાવરકુંડલાના ઉત્સાહી નગરપાલિકાની સમગ્ર ટીમ આ સંદર્ભે કોઈ નિર્ણય લે અને ફરી એ ટાવરને પોતાના અસલી મિજાજ મુજબ રણકવાનો અવસર પ્રદાન કરે એવી લોકલાગણી પણ અભિવ્યક્ત થઈ.
વર્ષોથી ઘૂળ અને કાટ ખાઈ ગયેલા એ ટાવર ઘડિયાળને ફરી કોઈ નવજીવન આપે એવી આશા.. પ્રસ્તુત તસવીર સાવરકુંડલાની મધ્યમાથી પસાર થતાં અમરેલી મહુવા હાઈવે બાજુમાં શોપિંગ માર્કેટમાં ઉભેલા એ ખખડધજ હાલતમાં રહેલાં ટાવરની છે. સાવરકુંડલા નગરપાલિકા આ સંદર્ભ યોગ્ય તજજ્ઞના માર્ગદર્શન હેઠળ આ બંધ પડેલા ટાવરને ફરી ગુંજતો કરે એવી સોશિયલ મીડિયા પર દરખાસ્ત મૂકવામાં આવી છે.



















Recent Comments