ચીનના જાસૂસ બલૂન અંગે રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ વર્ષની શરૂઆતમાં ચીન અને અમેરિકા વચ્ચે વિવાદ થયો હતો. વિવાદનું કારણ એક બલૂન હતું, જે અમેરિકામાં ઘણી જગ્યાએ ઉડતું જાેવા મળ્યું હતું. જ્યારે અમેરિકાએ તેને જાસૂસી બલૂન ગણાવ્યું, તો ચીને કહ્યું કે તે માત્ર હવામાનની માહિતી એકત્ર કરવા માટેનું બલૂન છે. બાદમાં આ બલૂન ઉડાવી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાે બાઇડેન પણ મળ્યા હતા પરંતુ કંઇ નક્કર હાંસલ થઈ શક્યું નથી. જાસુસી બલુને અમુક ડેટા અને તસવીરો સેવ કરી હતી જેનો ચીન ઉપયોગ કરી શકે.. ચીન પોતાના મનસુબામાં કામયાબ થાય એ પહેલા જ અમેરિકાએ આ બલુનને પાડી દિધું હતું. અને આ બલુનનો જપ્ત કરવામાં આવ્યું જેથી જેથી ચીનની ચાલાકી સામે લાવી શકાય.એફબીઆઈ અને અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સે હાલમાં આ રિપોર્ટ પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. ચીને પણ હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અમેરિકાએ વારંવાર કહ્યું છે કે ચીનનું બલૂન સર્વેલન્સ ઓપરેશનનો ભાગ હતો.. ચીનના કથિત જાસૂસી બલૂનને લઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. સીએનએનના રિપોર્ટ અનુસાર, બલૂને માહિતી એકઠી કરવા માટે એક અમેરિકન સર્વિસ પ્રોવાઈડરના ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. એક અમેરિકન અધિકારીને ટાંકીને મીડિયા સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે જાસૂસી બલૂને માત્ર નેવિગેશન સંબંધિત માહિતી એકત્ર કરી નથી, પરંતુ તેને ચિહ્નિત કરીને ચીન મોકલવા માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. જાેકે, કયા ઈન્ટરનેટ સેવા પ્રદાતાએ ચાઈનીઝ જાસૂસી બલૂનને મદદ કરી તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી. અગાઉ અન્ય એક મીડિયા સંસ્થાએ પણ આવી જ વાત કરી હતી.
Recent Comments