બોબી દેઓલ સાઉથ ફિલ્મ દ્ગમ્દ્ભ૧૦૯માં ઉર્વશી રૌતેલા સાથે કામ કરશે
‘એનિમલ’માં વિલનનો રોલ કરીને લોકોના દિલો પર રાજ કરનાર બોબી દેઓલ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. એનિમલમાં બોબી દેઓલે વિલન અબરાર હકનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં ઓછો સ્ક્રીન ટાઈમ મળવા છતાં તેને ધૂમ મચાવી હતી. એનિમલ સ્ટાર હવે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યો છે. બોબી દેઓલ સાઉથની મચઅવેટેડ ફિલ્મ દ્ગમ્દ્ભ૧૦૯માં જાેવા મળશે. આ વાતની જાણકારી ઉર્વશી રૌતેલાએ આપી છે..
ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટર સાથે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં બંને ફ્લાઈટમાં બેઠેલા જાેવા મળે છે. આ શેર કરતી વખતે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું કે ‘દ્ગમ્દ્ભ ૧૦૯ના ફેમિલીમાં લોર્ડ બોબી દેઓલનું સ્વાગત કરતાં હું ખૂબ જ ખુશ છું. મને સિનેમાની દુનિયામાં લોન્ચ કરવા બદલ હું દેઓલ પરિવારનો આભાર માનું છું. હવે હું દ્ગમ્દ્ભ ૧૦૯ માં બોબી દેઓલ સાથે સ્ક્રીન શેર કરવા માટે આતુર છું. તમને જણાવી દઈએ કે આ એક એક્શન ફિલ્મ છે, જેમાં બોબી અને ઉર્વશી સિવાય નંદમુરી બાલકૃષ્ણ અને દુલકર સલમાન પણ મહત્વના રોલમાં હશે.
Recent Comments