પાલઘર નજીક એક ડમ્પર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતબસમાં સવાર ૧૫ થી વધુ યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા, સાત ગંભીર
રાજ્યના પડોશમાં આવેલા મહારાષ્ટ્રની હદમાં પાલઘર નજીક એક ડમ્પર અને બસ વચ્ચે ગમખાર અકસ્માત સર્જાયો હતો. બેફામ દોડી રહેલા ડમ્પરે બસને અડફટે લેતા બસમાં સવાર બે બાળકોનું મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર ૧૫ થી વધુ યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડમ્પર અને બસ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.
જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બનાવની વિગત મુજબ પાલઘર નજીક વિક્રમગઢ હાઈવે પર કપચી ભરેલું એક ડમ્પર પરપુર ઝડપે પસાર થઈ રહ્યું હતું. ત્યારે સામેથી એક બસ પણ આવી રહી હતી. જાે કે બંને સામસામે આવી ગયા બાદ ડમ્પરની ટક્કરને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર બસના એક સાઈડના ભાગે જાેરદાર રીતે ટકરાતા બસમાં સવાર બે બાળકોના મોત નિપજ્યું હતું.
જ્યારે ૧૫ થી વધુ લોકોને ઈજા થઈ હતી. જેમાંથી સાત લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે વેદાંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બાકીના ઈજાગ્રસ્તોને મનોરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિક્રમગઢ હાઇ-વે પર બનેલી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
Recent Comments