fbpx
અમરેલી

નવ વર્ષ ૨૦૨૪ના પ્રારંભે વહેલી પરોઢમાં સૂર્યનારાયણ દેવના પ્રથમ કિરણનું રાજ્યના નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક અનોખી રીતે સ્વાગત

ગુજરાત રાજ્ય રમત ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા વર્ષ ૨૦૨૪ના પ્રારંભે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમગ્ર રાજ્યમાં સામૂહિક સૂર્યનમસ્કાર મહાઅભિયાન થકી વિશ્વ રેકોર્ડ (ગિનીઝ બુક ઓફ વર્લડ રેકોર્ડ) સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ રેકોર્ડ માટે રાજ્યના ૧૦૮ આઈકોનિક સ્થળો પર સૂર્ય નમસ્કારની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.  નવા વર્ષના પ્રારંભે વહેલી પરોઢમાં ઉત્સાહપૂર્વક સૂર્યનારાયણ દેવના પ્રથમ કિરણનું રાજ્યના નાગરિકો દ્વારા અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યુ. નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને  અમરેલી સ્પોર્ટસ સંકુલ ખાતે જિલ્લાકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાકક્ષા કાર્યક્રમમાં યોગ બોર્ડના જિલ્લા કક્ષાના તાલીમાર્થીઓડી.એલ.એસ.એસ સ્પોર્ટસ પર્સન અને બાળકોજિલ્લા પોલીસ કર્મચારીશ્રી,અધિકારીશ્રીઓ સહિત નાગરિકો જોડાયા હતા. જિલ્લાકક્ષા કાર્યક્રમમાં ઈફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

     જિલ્લાકક્ષા કાર્યક્રમમાં પરંપરાગત નૃત્ય પ્રસ્તુતિ બાદ ઉપસ્થિત સૌએ સૂર્યનમસ્કારની પ્રસ્તુતિ થકી ભગવાન સૂર્ય નારાયણના પ્રથમ કિરણનાં ઉત્સાહપૂર્વક વધામણા કર્યા હતા. ઉલ્લેખનીય છે કેસ્પોર્ટસ સંકુલ અમરેલી ગુજરાત રાજ્યના વર્લ્ડ રેકોર્ડ સૂચિત ૧૦૮ આઈકોનિક સ્થળોમાંનું એક સ્થળ હતુ. સમગ્ર ગુજરાત રાજ્યમાં તા.૦૧ ડિસેમ્બર થી તા.૩૧ ડિસેમ્બર,૨૦૨૩ સુધી શાળા અને ગ્રામ્ય કક્ષા સહિત તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષા સુધી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.  રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ વિજેતા સૌને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં  આવ્યા હતા. રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં સૌ નાગરિકો વર્ચ્યુઅલી જોડાયા હતા.

    જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ  જણાવ્યુ કેભારતની પહેલથી વિશ્વકક્ષાએ યોગનું મહત્વ વધ્યુંસૂર્ય નમસ્કાર આરોગ્ય સુખાકારી વધારે છે. ઇફકો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ સૂર્ય નમસ્કારમાં સામેલ થવા બદલ સૌ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. 

   અમરેલી સ્પોર્ટસ સંકુલ ખાતે જિલ્લાકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓમહાનુભાવો અને નાગરિકો જોડાયા હતા.

Follow Me:

Related Posts