fbpx
રાષ્ટ્રીય

અયોધ્યાના રામ મંદિરના ઉદ્‌ઘાટન પર કોંગ્રેસ પાર્ટીના નેતાએ ટ્‌વીટ કરીમનુવાદ ૫૦૦ વર્ષ બાદ પુનરાગમન કરી રહ્યા છે : કોંગ્રેસ પાર્ટીના નેતા ઉદિત રાજે

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન અને અભિષેક સમારોહ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. પૂર્વ સાંસદ અને કોંગ્રેસ પાર્ટીના નેતા ઉદિત રાજે ટ્‌વીટ કરીને કહ્યું છે કે મનુવાદ ૫૦૦ વર્ષ બાદ પુનરાગમન કરી રહ્યા છે. ઉદિતે હવે આ ટ્‌વીટ પિન કરી છે, એટલે કે તે તેના ટિ્‌વટર હેન્ડલની ટોચ પર દેખાય છે. મંદિર પ્રબંધન સમિતિ તરફ ઈશારો કરતા ઉદિત રાજે કહ્યું કે, તેઓ કોણ છે આમંત્રણ આપવા? ઉદિતે પૂછ્યું છે કે શું ભગવાન તેનો બંદી છે.

તેમણે કહ્યું છે કે જ્યારે પણ તેમને એવું લાગશે ત્યારે તેઓ તેમના ઘરે જઈને પૂજા કરશે. ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા ઉદિત રાજે કહ્યું છે કે આ લોકોનો મતલબ એ છે કે માત્ર ભાજપ અને વીએચપી રામમાં માને છે, એવું લાગે છે કે રામમાં બીજું કોઈ નથી માનતું.. ઉત્તર પૂર્વ દિલ્હીના સાંસદ ઉદિતે કહ્યું છે કે સદીઓથી રામની પૂજા કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના લોકો રામના નામે સુપર પોલિટિક્સ કરી રહ્યા છે. ઉદિત રાજના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીના નેતા તરુણ ચુગે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

તરુણે કહ્યું છે કે આ તેની માનસિક નાદારી છે. ભાજપના નેતાએ આ મુદ્દે સોનિયા ગાંધીને પૂછ્યું છે કે ગાંધીજી જણાવે કે શું તેઓ આ નિવેદન સાથે સહમત છે? ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું છે કે જે કોંગ્રેસ ભગવાન રામના અસ્તિત્વને નકારતી હતી અને એફિડેવિટ આપી હતી… આજે તેના નેતાઓ આવા નિવેદનો આપી રહ્યા છે. રામ મંદિરના નિર્માણને નવું નિર્માણ ગણાવતા કોહલીએ કહ્યું છે કે આ દર્શાવે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોનો કોઈ જવાબ નથી.

Follow Me:

Related Posts