fbpx
અમરેલી

સાવરકુંડલા ભલે શાંઘાઇ ન બની શકે પરંતુ જાહેર સુવિધા કાજે રાજકોટ ભાવનગર જેવું તો બની શકે’ને? : મહેશભાઈ કસવાલા 

આમ તો સાવરકુંડલાને આંગણે મહુવા રોડ પર આવેલા માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના કાર્યાલય ખાતે બાજુના વિશાળ જગ્યા પર સાવરકુંડલા શહેરની  લગભગ ૪૭ જેટલી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સાવરકુંડલાના શહેરીજનો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવા તેમજ સાવરકુંડલા શહેરના વિકાસ માટે અકલ્પનીય યોજનાઓ માટે ભગીરથ પ્રયાસ દ્વારા અસંભવને સંભવમાં પરિવર્તિત કરવા માટે માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને જાહેરમાં  અભિવાદિત કરવાના શુભ આશયથી માટે એકત્રિત થયાં હતાં. ખાસ નોંધનીય બાબત તો એ હતી કે સાવરકુંડલા શહેરના વિકાસ માટે સરકાર સમક્ષ રજૂઆત કરીને અનેક યોજનાઓ મંજૂર કરાવવા માટે માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના જે પ્રયાસ છે

  તે સમગ્ર ગુજરાત રાજ્ય માટે પ્રેરણા રૂપ ગણી શકાય. વ્યક્તિ ઈચ્છે અને દ્રઢ સંકલ્પ અને શુધ્ધ ભાવ સાથે મક્કમ નિર્ધાર સાથે વ્યવસ્થિત લોકપ્રશ્રનોનું ગહન અધ્યયન કરી અને એ સમસ્યાના નિવારણ કાજે સતત ચિંતન અને મનન સાથે યોગ્ય ફિલ્ડવર્ક અને સતત ફોલોઅપ કરવામાં આવે તો સરકાર પાસેથી અનેક યોજનાઓ પોતાના વિસ્તારમાં લોકહિત માટે લાવી શકાય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ મહેશભાઈ કસવાલાએ પૂરુ પાડ્યું છે. સાવરકુંડલા શહેરની મધ્યમાં વહેતી નાવલી નદી હાલ સુક્કી ભઠ્ઠ છે. જો કે એક વાત પણ સ્વીકારવા જેવી છે કે ગુજરાતની મોટાભાગની નદીઓમાં પાણી ઓસરતા ગયા છે અને ભરપૂર પાણીથી વહેતી નદીઓ પ્રવર્તમાન સમયમાં લગભગ બારેમાસ વહેતી  જોવા મળતી નથી.

એટલે આપણે સ્વાભાવિક રીતે સ્વીકારી લીધું કે નાવલી હવે પુનર્જીવિત ન થાય.. પરંતુ આ સંદર્ભે જ જ્યારે આજથી દોઢ બે વર્ષ પહેલા સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ મહેશભાઈ કસવાળાને આ નાવલી વિશે એક ઇન્ટરવ્યૂમાં પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલાની નાવલી નદી ગંદકીમુક્ત અને બારેમાસ પાણીથી ભરેલી તમને બે ત્રણ વર્ષમાં જોવા મળશે.આ જવાબ ખુદ પત્રકાર બિપીનભાઈ પાંધીને પણ ગળે ઉતરે તેવો તો ન હતો..!! કારણ કે વર્ષોથી સુકી ભઠ્ઠ નદીને બારેમાસ પાણીથી વહેતી કરવી એ અશક્ય જેવું લાગતું હતું..!!

પરંતુ મહેશભાઈ કસવાલા સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમના અવિરત પ્રયાસોને કારણે સાવરકુંડલા શહેરને રીવર ફ્રન્ટ જેવી યોજનાનો લાભ મળવાના સંજોગો ઉજળા થયાં.. ખાલી રીવર ફ્રન્ટ થાય પરંતુ નદી સુકી ભઠ્ઠ હોય તો એ રીવર ફ્રન્ટનો પણ કશો અર્થ નહી એ વાત મહેશભાઈ પોતે ખૂબ સારી રીતે જાણતા હતા એટલે જ તેમણે ખુદ દિવસ રાત જોયા વગર સાવરકુંડલા ભાજપની ટીમ સાથે સતત આ નાવલી નદીનો પગપાળા ભ્રમણ કરીને આ નદીમાં પાણી પુરવઠા કેમ ઠલવાય એ માટે અધિકારીઓ નિષ્ણાંતોના સાથે રહીને આ બાબતે તલસ્પર્શી અભ્યાસ કર્યો. અનેક લોકહિતના કામ વચ્ચે સાવરકુંડલા નાવલી નદી પર રીવર ફ્રન્ટ કેમ બને? એ માટે તલસ્પર્શી ગહન અધ્યયન કર્યું.. સરકારથી માંડીને અધિકારીસાથે સતત ફોલોઅપ કરીને નાવલી નદીમાં  મા નર્મદા મૈયાના નીર કેમ ઠલવાય? અને વળી આ નીરથી નાવલી બારેમાસ કેમ ભરેલી રહે?

એ બાબતે સતત ચિંતન સાથે નવલગંગાને પુનઃ પ્રવાહિત કરવા માટે દરેક કક્ષાએથી પોતાના પ્રયાસો અવિરત ચાલુ રાખીને સરકાર સમક્ષ રજૂઆતો થતાં હવે એ દિવસો દૂર નથી જ્યારે નાવલી નદી બારે માસ પાણીથી ભરેલી હશે અને રીવર ફ્રન્ટ પર સાવરકુંડલાના નગરજનો સુખેથી મહાલતા હશે. જો કે કબીર સાહેબ દ્વારા એક બોધપ્રદ ઉપદેશ છે કે ઋતુ આવે ત્યારે જ ફળ આવે છે. એટલે બસ હવે થોડી ધીરજ  સાથે એ દિવસો દૂર નથી જ્યારે સપનું હકીકતમાં પરિવર્તિત થશે. જો કે સરકાર તરફથી મળતી સુવિધાઓનું સંભાળપૂર્વક જતન કરવું એ પણ  શહેરીજનોએ હવે શીખવું પડશે.જાહેર સુવિધાઓનો ઉપયોગ પણ ખૂબ જ માવજત સાથે કરતાં શીખવું પડશે. ઘણીવખત ગણ્યા ગાંઠ્યા વિધ્નસંતોષી નકારાત્મક પ્રવૃત્તિઓ કરતાં લોકોએ પણ સમજવું પડશે કે જાહેર સુવિધા દરેક માટે હોય તેનું જતન કરવું એ પણ રાષ્ટ્રીય ફરજ જ ગણાય.

Follow Me:

Related Posts