અમરેલી

અમરેલીને પ્રાકૃતિક કૉલેજ મળે એ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરતા અમરેલીના ધારાસભ્ય અને સરકારનાનાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના યુવા ધારાસભ્ય એવા કૌશિક વેકરિયા ખેડૂત પરિવારમાંથી આવે છે. જેથી ખેડૂતોના હિતમાં કામ કરવા તેઓ સદા કટિબધ્ધ રહે છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ આજના સમયની માંગ છે ત્યારે અમરેલીનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને એમને સ્થાનિક કક્ષાએથી જ યોગ્ય માર્ગદર્શન અને જરૂરી તાલીમ મળે તથા યુવાનોને પ્રાકૃતિક ખેતી સંદર્ભે અભ્યાસ કરવાની તકો ઉપલબ્ધ થાય એ હેતુથી અમરેલીને પ્રાકૃતિક કૉલેજ મળે એ માટે અમરેલીનાં ધારાસભ્યના અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળીને રજૂઆત કરેલ છે. આ રજૂઆત સંદર્ભે અમરેલીને પ્રાકૃતિક કૉલેજ મળવાના ઉજળા સંજોગો ઊભા થયા છે. અમરેલીને જો આ કૉલેજનો લાભ મળશે તો યુવાનો અને જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ ઉપકારક બની રહેશે.

Related Posts