કે.કે. પારેખ કોમર્સ કોલેજ-અમરેલી ખાતે ઈનોવેશન ક્લબ હેઠળ “પ્રબોધ” તાલીમ સંપન્ન થઈ
અમરેલી: કે.કે. પારેખ કોમર્સ કોલેજ-અમરેલી ખાતે ઈનોવેશન ક્લબ અંતર્ગત “પ્રબોધ” તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૮૪ જેટલા વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ બી.કોમ. અને બી.બી.એ.ના ૨૭ છોકરાઓ અને ૫૭ છોકરીઓએ તાલીમમાં ભાગ લીધો હતો. ઈનોવેશન ક્લબના ટ્રેનર કૌશિકભાઈ ધડુક દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી. ઇનોવેશન ક્લબના કો-ઓર્ડિનેટર પ્રો.ડો.આશિષ ગોરવાડિયા દ્વારાતાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ આચાર્ય પ્રા. ડો. મહેશ એમ.પટેલની આગેવાની હેઠળ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને નવીન વિચારો વિકસાવવા માટે ખૂબ જ જ્ઞાન-વર્ધક અને ખૂબ જ ઉપયોગી સાબિત થઇ. વિદ્યાર્થીઓએ તાલીમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેઓ તમામ વ્યવહારુ પાસાઓ ઉત્સાહપૂર્વક શીખ્યા. ટ્રેનર કૌશિકભાઈ ધડુક પણ ખૂબ જ ઉત્સાહી હતા અને વિદ્યાર્થીઓને વિવિધ નવીનતા સભર પ્રયોગો શીખવ્યા હતા. આ તાલીમ ખૂબ જ સફળ રહી હતી તેમ IQAC કો-ઓર્ડિનેટર પ્રો. ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું.
Recent Comments