રાષ્ટ્રીય

પુરીના જગન્નાથ મંદિરમાં જીન્સ, સ્કર્ટ, શોર્ટ્‌સ સ્લીવલેસ પહેરી જવા પર પ્રતિબંધ

પુરીના જગન્નાથ મંદિરમાં પણ હવે શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા નવી ડ્રેસ કોડ પ્રણાલી લાગુ કરાઈ છે. જેમા હવે શ્રદ્ધાળુઓને ફાટેલ જીન્સ, સ્લીવલેસ કે શોર્ટ્‌સ પહેરીને જવા પર રોક લગાવી દેવામાં આવી છે. નવા વર્ષથી નિયમ લાગુ કરાયો હોવાથી શ્રદ્ધાળુઓ ડ્રેસ કોડમાં જ જાેવા મળ્યા હતા અને મંદિર પ્રશાસને લાગુ કરેલા નિયમોનુ પાલન કરતા દેખાયા હતા.

નવા નિયમ અંતર્ગત મંદિરમાં સભ્ય કપડા પહેરીને આવનારાને જ પ્રવેશ મળશે.. પ્રશાસન તરફથી નવ નિયમ લાગુ થયા બાદ મોટાભાગના પુરુષો ધોતી કુર્તા અને મહિલાઓ સાડી અથવા તો ડ્રેસ પહેરેલી જાેવા મળી. મંદિર પ્રશાસને મંદિર પરિસરમાં ગુટખા ખાવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની થેલી પણ મંદિરમાં લઈ જવાની મનાઈ કરવામાં આવી છે અને લાવનારને દંડ કરવામાં આવશે. નવા વર્ષના પ્રારંભે સાંજના ૫ વાગ્યા સુધીમાં અંદાજિત સાડા ત્રણ લાખ ભાવિકોએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી

Follow Me:

Related Posts