અંકિતા લોખંડે અને તેનો પતિ વિકી જૈન ‘બિગ બોસ ૧૭’ના ઘરમાં સતત ઝઘડતા જાેવા મળે છે. અભિનેતા નીલ ભટ્ટ તાજેતરમાં જ શોમાંથી બહાર નીકળી ગયો છે. ઘરની બહાર આવ્યા બાદ આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે અંકિતા-વિકીના સંબંધો વિશે ખુલાસો કર્યો છે. નીલે કહ્યું, વિકી સંબંધોને મહત્વ નથી આપતો, તેથી તેમની વચ્ચે સતત ઝઘડા થતા રહે છે. ‘બિગ બોસ ૧૭’ના પહેલા એપિસોડથી અંકિતા અને વિકી સતત લડતા જાેવા મળે છે.
જાે કે કપલ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ દર્શકોને બિગ બોસના ઘરમાં તેમના સંબંધોની એક અલગ જ બાજુ જાેવા મળી રહી છે. આ ઈન્ટરવ્યુમાં નીલે કહ્યું હતું કે, “વિકી તેની અનુકૂળતા મુજબ કામ કરે છે. તે કોઈ પણ ચીજની કદર નથી કરતો. ન તો સંબંધો, ન કોઈની લાગણી. બિગ બોસના ઘરમાં વિકીનું વર્તન જાેઈને બધા સમજી ગયા કે તે અંકિતા કરતા વધુ સારો બનવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેં મારી પત્ની ઐશ્વર્યા સાથે ક્યારેય આવું વર્તન કર્યું નથી. અમારી વચ્ચે હંમેશા સમજણ હતી”.. નીલે ભટ્ટેએ પણ કહ્યું કે જ્યારે પણ વિકી બિગ બોસના ઘરમાં લગ્નનો ઉલ્લેખ કરતો હતો ત્યારે તે પોતાને પીડિત ગણાવતો હતો. “કોઈના લગ્ન વિશે કોમેન્ટ્સ કરવી ખૂબ જ ખોટું છે. વિકીને ખૂબ જ અહંકાર છે. અંકિતાનો અવાજ ખૂબ જ દમદાર છે. વિકીનું વ્યક્તિત્વ દબંગ છે.
તે હંમેશા બીજાને બતાવવા માંગે છે કે હું જે કહું છું તે સાચું છે અને તમે બધા મને સાથ આપો”, નીલે કહ્યું. અંકિતા લોખંડેએ ડિસેમ્બર ૨૦૨૧માં બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કર્યા હતા. આ કપલે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં બિગ બોસના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ‘પવિત્ર રિશ્તા’ સિરિયલથી દરેક ઘર સુધી ઓળખ બનાવેલી એકટ્રેસ અંકિતા અને તેના પતિ વિકી જૈનની જાેડીએ બિગ બોસના ઘરમાં ખાસ ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા પર આ કપલનો એક લુક અને બિગ બોસના ઘરમાં બીજાે લુક જાેઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અંકિતા અને વિકી વચ્ચે રોજ કોઈ ને કોઈ કારણસર ઝઘડો થાય છે. તાજેતરમાં પૂરા થયેલા એપિસોડમાં અંકિતાએ વિક્કીને સીધી જ છૂટાછેડાની ધમકી આપી હતી.
Recent Comments