હાર્ટ એટેક બાદ અભિનેતા શ્રેયસ તલપડેનો મોટો ખુલાસો

પ્રખ્યાત અભિનેતા શ્રેયસ તલપડે માટે ડિસેમ્બર મહિનો મુશ્કેલીઓથી ભરેલો રહ્યો હતો. તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દવાની સાથે પરિવાર તેમજ ફેન્સની પ્રેયર પણ કામ આવી અને હવે શ્રેયસ ઘણો સ્વસ્થ થઈ ગયો છે. હવે તેણે પોતાના ભયાનક અનુભવ વિશે ખુલીને વાત કરી છે. શ્રેયસ તલપડે સ્વસ્થ થયા બાદ ખુલાસો કર્યો છે કે તે ક્લિનિકલી ડેડ હતો તેમજ ડોક્ટરોએ તેને મૃતક માની લીધો હતો,
કારણ કે તેનું હાર્ટ ધડકવાનું બંધ થઈ ગયુ હતુ પણ પછી જાણે ચમત્કાર થયો અને મારો જીવ બચી ગયો.. એક મીડિયા સાથેના ઈન્ટરવ્યૂમાં શ્રેયસ તલપડેએ કહ્યું કે તે તેના જીવનમાં પહેલા ક્યારેય હોસ્પિટલમાં દાખલ થયો નથી. હેલ્થ ઈમરજન્સીએ આપણને અહેસાસ કરાવ્યો છે કે ‘જાન હૈ તો જહાન હૈ’. તેણે એ પણ જણાવ્યું કે તેનું હૃદય ૧૦ મિનિટથી ધડકવાનું બંધ થઈ ગયું હતું. જેના કારણે ડોક્ટર માની ચૂક્યા હતા કે હું મરી ગયો છું પણ તે બાદ થોડા સમયમાં જ મારા હ્રદયે ફરી ધડકવાનું શરુ કર્યુ અને મને નવુ જીવન મળ્યું.
તે આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’માં કામ કરી રહ્યો હતો ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. તેણે કહ્યું, ‘અચાનક મને શ્વાસ લેવામાં તકલીફ લાગી અને મારો ડાબો હાથ દુખવા લાગ્યો.. ૧૪ ડિસેમ્બરની સાંજે તેમને હૃદયરોગનો હુમલો થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને એન્જિયોપ્લાસ્ટી કરવી પડી. ત્યારથી શ્રેયસ તલપડે હોસ્પિટલમાં દાખલ હતો. પરંતુ હવે તે સુરક્ષિત ઘરે પરત ફર્યો છે. આ ખુશખબર શેર કરતા તેની પત્ની દીપ્તિ તલપડેએ તમામ ચાહકો અને શુભેચ્છકોનો તેમના આશીર્વાદ અને પ્રાર્થના માટે આભાર માન્યો હતો. શ્રેયસને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.
Recent Comments