છોટાઉદેપુરમાં ચાલુ ગાડીમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો મામલોપીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરાતા વાહનમાં કુદી પડી
છોટા ઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસે જ સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના સામે આવી હતી.વિગતો મુજબ પીકઅપ વાનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાં કુદી પડી હતી. જેમાં ૨ વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ છે. આ તરફ હવે પીકઅપ ચાલકની અટકાયત કરાઇ છે. આ સાથે ચાલકના સાથીઓની શોધખોળ હાથ ધરાઇ છે. આ તરફ પોલીસે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓને છેડતીનો મામલો સામે આવ્યો છે.
જેમાં ૨ વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ છે. નોંધનિય છે કે, નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કરાઈ હતી. આ તરફ ઇસમોએ છેડતી કરતાં વિદ્યાર્થીનીઓ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી. જેમાં ૨ બાળકીઓને વધુ ઈજા હોવાથી સંખેડા રીફર કરાઈ છે. આ તરફ પોલીસે પીકઅપ વાન ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી છે. આ સાથે ડ્રાઈવરને ઈજા થવાથી તેને પણ હોસ્પિટલ લઈ જવાયો છે. ડ્રાઈવરના સાથીઓ પરેશ, કિરણ ફરાર થયા હોઇ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ સાથે સંખેડા પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા છે. સમાજના આગેવાન ધર્મેન્દ્ર સિંહ રાજપૂતે પણ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે,
મને આ ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચીને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. આ મામલે અમે જુનાગઢ એસપી અને સંખેડા પોલીસ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે પણ આ તમામ આરોપીઓને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓ મફત પાસની સગવડ છે છતાં પણ જાે બસની કોઈ તકલીફ હશે તો તે અંગે પણ અમે રજૂઆત કરીશું. છોટાઉદેપુરમાં વિદ્યાર્થિનીઓની છેડતીને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર બની છે. છેડતી બાદ વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કુદી જતા બાળકીઓને ઇજા પહોંચી હતી. જે બાદમાં હવે આ ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગંભીરતાથી નોંધ લીધી છે. આ સાથે પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
Recent Comments