સાવરકુંડલા શહેરમા ઉતરાયણ પર્વને હજુ દસ દિવસ બાકી છે.. ત્યાં પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદી કરતાં જોવા મળે છે. દોરીને માંજો ચડાવવા માટે ઠેર ઠેર ફાળકા ચાલુ થઈ ગયા છે.

સાવરકુંડલામાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લગભગ પંદર દિવસ પહેલાં જ શહેરના પતંગ રસિયાઓ દ્વારા ઉતરાયણ પર્વ મનાવા માટે ખૂબ ઉત્સાહિત જોવા મળે છે. એટલે પંદર દિવસ પહેલાં જ પતંગ ઉડાડવાની શરૂઆત થઈ જાય છે. સાવરકુંડલા શહેરના ઘણા વિસ્તારોમાં આ સંદર્ભે પતંગ રસિયાઓ માટે પતંગ અને દોરીના ઠેર ઠેર વેચાણ થતાં જોવા મળે છે. સાવરકુંડલા શહેરમાં પતંગના દોરને માંજો પાવા માટે ઠેર ઠેર ફાળકા પણ ચાલુ થઈ ગયા છે. એવું જ નહીં કે એ માટે દુકાન જ જોઈએ અરે ભાઈ દોરીને માંજો પાવા જેને જયા સ્થાન મળ્યું ત્યાં જ મુકામ સમજીને પતંગના દોર પાવા માટે તૈયાર હોય છે.
નાવલી નદીના પટમાં પણ ફાળકા પર દોરીને માંજો ચડતો જોવા મળે છે. જો કે આ પતંગ ઉડાડવાના માટે જરૂરી દોરી દોરી માંજવા માટે ઠેર ઠેર ફાળકા ફરતાં જોવા મળે છે. આમ પતંગનું પર્વ રોજગારીનું સર્જન પણ કરે છે. અમુક દોરી અને પતંગનો વ્યવસાય કરતા વેપારીઓ આ ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગ તથા દોરીનું તેમજ દોરી માંજવાના વ્યવસાયમાં સારું કમાય લેતાં પણ હોય છે. .જો કે આકાશમાં પક્ષીઓ પણ વિહાર કરી રહ્યા હોય છે. એનુ પણ આ પતંગ ઉઠાડતી વખતે ધ્યાન રાખવું જોઈએ.
Recent Comments