fbpx
અમરેલી

સાવરકુંડલામાં આવેલ આહીર બોર્ડિંગ ખાતે ૧ લી જાન્યુઆરીના રોજ આહીર સમાજનું એક સંમેલન યોજાયું.

સાવરકુંડલામાં આવેલ આહીર બોર્ડિંગ ખાતે ૧ લી જાન્યુઆરીના રોજ આહીર સમાજનું એક સંમેલન યોજાયું. જેમાં દ્રારકા આહીરાણી મહારાસમાં ભાગ લેનાર તથા સેવા આપનાર સ્યંમ સેવકોને દ્વારકાધીશના ધામમાંથી આવેલ શ્રીમદ્ ભાગવદ્ ગીતાની પ્રસાદી અર્પણ કરવામાં આવી. 

તારીખ ૦૧/૦૧/૨૦૨૪ના રોજ સાવરકુંડલા આહીર બોર્ડિંગ ખાતે આહીર સમાજનું એક સંમેલન મળ્યું. જેમાં દ્વારકા આહીરાણી મહારાસમાં ભાગ લેનાર બહેનોને તથા સેવા આપનાર સ્વયંસેવકોને દ્વારકાધીશના ધામમાંથી આવેલ  શ્રીમદ્  ભગવદ્ ગીતાની પ્રસાદી અર્પણ કરવામાં આવેલ. આ સાથે આગામી દિવસોમાં સાવરકુંડલા આહીર સમાજની એક ડિરેક્ટરી બનવાની હોઈ તેના અનુસંધાને જેમને પોતાના બ્લડ ગ્રુપનો ખ્યાલ ન હોય તેમના માટે એક બ્લડ ટેસ્ટ યુનિટ ડૉ. હરેશભાઈ કાતરિયા અને તેમની ટીમ દ્વારા ઊભું કરવામાં આવેલ.

આ ઉપરાંત આહિર સમાજના વ્યક્તિઓ દ્વારા લેવામાં આવેલ સંકલ્પ મુજબ આગામી તારીખ ૧૩/૦૧/૨૦૨૪થી શ્રી ધર્મેન્દ્રભાઈ કનાલા પોતાના સંકલ્પ મુજબ આહીર સમાજના બાળકો માટે નિશુલ્ક જનરલ નોલેજના વર્ગો શરૂ કરશે. જેથી આગામી સમયમાં બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી પગભર થઈ શકે. આ ઉપરાંત દર મહિને ઘર દીઠ ૫૦ રૂપિયા કાઢી તેનો વિકાસના કાર્યમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય બાળકોના જન્મદિવસ જ્ઞાતિ વાડીમાં ઉજવવા, કમિટીની નિમણૂંક કરવી, એક લોહિયા બનવું વગેરે જેવી ઘણી બાબતો પર ખૂબ જ સુંદર અને સાત્વિક ચર્ચાઓ થઈ હતી.

Follow Me:

Related Posts