fbpx
અમરેલી

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, સિરપના નામે ગેરકાયદેસર નશાયુકત પીણાની પ્રવૃતિ કરતા ઈસમને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર નશાયુકત આયુર્વેદિક સિરપના નામે કેફીપીણાનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં ઇસમો તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં આયુર્વેદીક સિરપના નામે નશાયુકત પીણાના પ્રવૃતિ કરતા ઇસમ મુળશંકર મણીશંકર તેરૈયા, ઉ.વ.૪૨, રહે.બાબરા, સ્વામીનારાયણ નગર, તા.બાબરા, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ.

આવા ગેરકાયદેસર નશાયુકત આર્યુવેદિક સિરપના નામે કેફી પીણાના ધંધાર્થીની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ અંકુશ લાવવાનું જરૂરી જણાતા, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા મળશંકર મણીશંકર તેરૈયાને પાસા વોરંટની બજવણી કરી, અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

→ પાસા અટકાયતી મુળશંકર મણીશંકર તેરૈયાનો ગુનાહિત ઇતિહાસઃ-

પાસા અટકાયતી મુળશંકર મણીશંકર તેરૈયા વિરુધ્ધમાં નીચે મુજબના નશાયુક્ત પીણાના વેચાણ, સંગ્રહ અન્વયેના નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

(૧) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૩૦૫૩૩/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી) મુજબ. .૧૧૧૯૩૦૦૮૨૩૦૫૩૪/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહી. (૨) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૩૦૫૩૪/૨કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ.(૩) બાબરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૫૩૮/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ.(૪) લાઠી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૩૦૬/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૩૬ તથા પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ.આમ, ગેરકાયદેસર નશાયુકત આર્યુવેદિક સિરપના નામે કેફી પીણાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

Follow Me:

Related Posts