મહારાષ્ટ્રના પુણેમાં ધારાસભ્યનો પોલીસકર્મી સાથે ગેરવર્તનનો વીડિયો સો.મીડિયા પર વાયરલ
મહારાષ્ટ્રના પુણેમાં ભાજપના ધારાસભ્યનો પોલીસકર્મી સાથે ગેરવર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સસૂન હોસ્પિટલમાં એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સુનિલ કાંબલેએ ફરજ પરના કોન્સ્ટેબલના ગાલ પર થપ્પડ મારી હતી. પુણે કેન્ટના ધારાસભ્ય સુનીલ કાંબલેએ ડેપ્યુટી સીએમ અજિત પવારની હાજરીમાં આવું કૃત્ય કર્યું હતું. આ મામલે રાજકારણ ગરમાયું છે. આ કાર્યક્રમમાં અજિત પવારની સાથે મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશરફ અને સાંસદ સુનીલ તટકરે અને અન્ય લોકો હાજર રહ્યા હતા.
વીડિયોમાં કાંબલેને ઇવેંટ સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે સીડી પરથી લપસતા બતાવવામાં આવ્યા છે. તે સીડી પાસે ઉભેલા કોન્સ્ટેબલ તરફ ગુસ્સાથી જુએ છે અને તેને થપ્પડ મારે છે. પોલીસકર્મીએ પણ ધારાસભ્યની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.. પુણે પોલીસે આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોન્સ્ટેબલ બંડગાર્ડન પોલીસ સ્ટેશન સાથે જાેડાયેલ છે. એવા અહેવાલો છે કે કાંબલે નારાજ હતા કે કાર્યક્રમના આમંત્રણ અને કાર્યક્રમના મંચ પર તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જ્યારે તેઓ સ્થાનિક ધારાસભ્ય છે. એવા અહેવાલો હતા કે તેણે આ જ કાર્યક્રમમાં એનસીપીના કાર્યકર પર પણ મારામારી કરી હતી. વાયરલ વીડિયો વિશે પૂછવામાં આવતા ધારાસભ્યએ કહ્યું, ‘હું શા માટે તેમની સાથે મારપીટ કરીશ? હું તેને ઓળખતો નથી અને મારી પાસે તેને થપ્પડ મારવાનું કોઈ કારણ નથી. જ્યારે હું સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો, ત્યારે તે મારા પર પડ્યો, તેથી મેં તેને ધક્કો માર્યો.
Recent Comments