તાપસી પન્નુની મૈથિયાસ બો સાથેની તસવીરો વાયરલ, તાપસી મૈથિયાસને ડેટ કરી રહી છે!
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ હાલમાં જ ફિલ્મ ડંકીમાં જાેવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરી રહી છે. ફિલ્મમાં અભિનેત્રીનું પાત્ર લોકોને પસંદ આવ્યું છે. શાહરૂખ ખાન સાથેના તેના રોમાંસની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હવે અભિનેત્રી તેની એક તસ્વીર વાયરલ થવાને કારણે ચર્ચામાં છે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં તાપસી સાથે એક વ્યક્તિના ખોરામાં બેઠેલી જાેવા મળી રહી છે. આ જાેયા પછી,
ફેન્સ એક જ સવાલ કરી રહ્યા છે કે તે કોણ છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં તાપસી બ્લુ સાડીમાં જાેવા મળી રહી છે. તે વ્યક્તિના ખોળામાં બેઠેલા જાેઈ શકાય છે. તસવીરમાં દેખાતો વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ અભિનેત્રીનો બોયફ્રેન્ડ છે. જી હા, તાપસી ઘણા સમયથી આ વિદેશી વ્યક્તિને ડેટ કરી રહી છે.. તાપસીના બોયફ્રેન્ડનું નામ મૈથિયાસ બો છે. તાપસી ઘણા વર્ષોથી મૈથિયાસને ડેટ કરી રહી છે. મેથિયાસને બોલિવૂડ કે ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવાદેવા નથી. તે સ્પોર્ટ સાથે સંકળાયેલ છે. તમને જણાવી દઈએ કે, બો ડેનિશ બેડમિન્ટન ખેલાડી છે.
હાલમાં, મૈથિયાસ ભારતમાં રહે છે. તે ભારતીય મેન્સ ડબલ્સ બેડમિન્ટન ટીમનો કોચ છે. ડેનમાર્ક માટે રમતી મૈથિયાસે મેથિયાસે ઘણા મેડલ જીત્યા છે.મૈથિયાસે ૨૦૧૨માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ઘણા વર્ષો સુધી શાનદાર પ્રદર્શન કર્યા પછી, તેઓ વર્ષ ૨૦૨૦ માં નિવૃત્ત થયા. આ પછી, ભારતીય ખેલાડીઓની વિનંતી પર, તેને ભારતીય ડબલ્સ ટીમનો કોચ બનાવવામાં આવ્યો. તાપસી અને મૈથિયાસ ઘણા વર્ષોથી સાથે છે. ભલે તાપસી પન્નુ તેના સંબંધો વિશે વધુ વાત કરતી નથી, પરંતુ મૈથિયાસે તાપસી સાથેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Recent Comments