fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે સાયબર અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું……

સાવરકુંડલા તાલુકાના ખડસલી લોકશાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ડીવાયએસપી વોરા સાહેબ તેમજ ચૌધરી સાહેબ તેમજ રાઠોડ સાહેબ અને સાઇબર ક્રાઇમના પોલીસ અધિકારી ઉપસ્થિત રહી સૌપ્રથમ લોકશાળા ખડસલી દ્વારા ગીત રજૂ કરવામાં આવી ત્યારબાદ કુમકુમ તિલક કરી સુતરની આંટી અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.. સાયબર ફ્રોડ અંગે બનતા જતા ગુનાઓ અને વધતો જતો વ્યાપ અટકાવવા તમામ માહિતી આપી લોકશાળા ખડસલીના વિદ્યાર્થી તેમજ પશુપાલન પોલિટિક્સના વિદ્યાર્થીને ૩૦ થી ૩૫  ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવી તેમજ તમામ ગ્રામ પંચાયતના સરપંચોને સાઇબર ક્રાઇમના ટોલ ફ્રી નંબરના બેનરો ડીવાયએસપી વોરા સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા .આ કાર્યક્રમમાં ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના સરપંચ તેમજ સંસ્થાના તેમજ પ્રિન્સિપાલ તેમજ પશુપાલન પોલીટેકનીકના પ્રિન્સિપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું

Follow Me:

Related Posts