અમરેલી

સાવરકુંડલા શહેરમાંથી પસાર થતાં નદી બઝાર અને કંસારા બઝા૨ને જોડતો પાકો આરસીસી પુલ બને તો કંસારા બઝાર તરફ જતાં આવતાં રાહદારીઓ અને વાહનચાલકોને કોઈ પણ પ્રકારની વાંકઘોંક વગર સીધુસટ આવાગમન કરવામાં ઘણી રાહત થઈ શકે.

સાવરકુંડલા શહેરમાં નદીબઝાર પાસે આવેલ કંસારા બજાર અને શહેરની મધ્યમાંથી પસાર થતાં હાઈવેને જોડતો એક પુલ બને તો કંસારા બજાર તરફ જતાં આવતાં રાહદારીઓ અને વાહન ચાલકોને ઘણી રાહત મળે.. આમ તો શહેરની વચોવચ્ચ મધ્યમાંથી નાવલી નદી વહે છે. ખાસ કરીને ચોમાસામાં આવતાં પૂરને કારણે આ નદીનાં પટમાં વહેતાં ધસમસતા પાણીનાં વહેણમાં પાકો આરસીસી પુલ હોય તો જ ટકી શકે. એટલે સાવરકુંડલા શહેરમાં કંસારા બજાર અને નદીમાંથી પસાર થતાં મુખ્ય રસ્તાને જોડીને એક મજબૂત અને કાયમી ટકી શકે તેવાં પુલનું નિર્માણ થાય તો માત્ર ચોમાસામાં જ નહીં પરંતુ બારેમાસ આ વિસ્તારનો ઘણો ટ્રાફિક હળવો થઈ શકે. 

આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા યોગ્ય સર્વે કરાવી અહીં પાકો આરસીસી પુલ બનાવવામાં આવે એવું આ વિસ્તારનાં રહીશો ઈચ્છે છે. . પ્રસ્તુત તસવીર  જોઈને પણ અંદાજ લગાવી શકાય છે કે  અહીં નદીના બે કાંઠાને જોડતો આરસીસી પુલ બને તો કંસારા બઝાર તરફથી આવતો જતો ટ્રાફિક સીધો અહીંથી સરળતાથી પસાર થઈ શકે. આમ કાયમી ધોરણે અહીં પાકો આરરસીસી પુલ બનાવવામાં આવે તો અહીંથી અવરજવર કરતાં લોકો અને વાહનચાલકોને કોઈ પણ વાંકઘોંકમાં પડ્યા વગર સીધાસટ  નદી ક્રોસ કરવાનું ઘણું સરળ થઈ શકે વળી ભવિષ્યમાં નાવલી નદી પાણીથી ભરેલી હોય તો પણ  બારેમાસ સરળતાથી લોકો આરસીસી પુલ પરથી અવરજવર કરી શકે.જો કે આ બાબતે શહેરનું ટાઉન પ્લાનિંગ વિભાગ સઘન અધ્યયન કરી કોઈ યોગ્ય ઉપાય કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે

Related Posts