રાષ્ટ્રીય

જાે સુપ્રીમ કોર્ટ મારા પક્ષમાં ર્નિણય નહીં આપે તો દેશમાં મોટી મુશ્કેલી સર્જાશે : ડોનાલ્ડ ટ્રમ્પ

૮ ફેબ્રુઆરીના રોજ, યુએસ સુપ્રીમ કોર્ટ કોલોરાડો કોર્ટના ર્નિણયની સમીક્ષા કરશે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પહેલા ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જાે સુપ્રીમ કોર્ટ તેમના પક્ષમાં ર્નિણય નહીં આપે તો દેશમાં મોટી મુશ્કેલી સર્જાશે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ આયોવામાં એક રેલીમાં આ વાત કહી.. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને આશા છે કે અમને યોગ્ય ન્યાય મળશે.

જાે આમ નહીં થાય તો આપણો દેશ વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે. હું જે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું તે અહીં દરેક વ્યક્તિ સમજે છે. આ દરમિયાન ટ્રમ્પે ડેમોક્રેટ્‌સ પર નિશાન સાધ્યું હતું. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ ૮ ફેબ્રુઆરીએ ર્નિણય કરશે કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે કે નહીં. કોર્ટ આ દિવસે કોલોરાડો કોર્ટના ર્નિણયની સમીક્ષા કરશે.. યુએસ સુપ્રીમ કોર્ટ ટ્રમ્પની અપીલ સાંભળવા માટે સંમત થઈ છે, જેમાં તેણે કોલોરાડો કોર્ટના ર્નિણયને પલટાવવાની વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે ૮ ફેબ્રુઆરીએ કોલોરાડો કોર્ટના ર્નિણયની સમીક્ષા કરશે, જેમાં તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. ટ્રમ્પે તાજેતરમાં કોલોરાડો કોર્ટના ર્નિણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

Related Posts