fbpx
ગુજરાત

અમદાવાદમાં રાષ્ટ્રીય પુસ્તક મેળામાં બળાત્કારી આસારામના પુસ્તકોનો સ્ટોલ લાગતા વિવાદઆયોજકો દ્વારા ૩૧ અને ૩૨ નંબરના જ્ઞાન ગંગા નામના સ્ટોરને કાપડથી ઢાંકવામાં આવ્યો

અમદાવાદ,હાલ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજીત રાષ્ટ્રીય પુસ્તક મેળો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નેશનલ બુક ફેરમાં દૂર દૂરથી વાંચન પ્રેમીઓ આવી રહ્યા છે. પરંતું અહી એક સ્ટોલ જાેઈને લોકો ચોંકી ગયા હતા. પુસ્તકમેળામાં આયોજકો દ્વારા વિવાદિત આસારામના સાહિત્ય સામગ્રી માટે સ્ટોલ ફાળવાયેલો જાેવા મળ્યો. ૯ માં પુસ્તક મેળામાં વિવાદિત આસારામને લગતી સાહિત્ય સામગ્રીના સ્ટોલને પરવાનગી આપાતા વિવાદ સર્જાયો છે. જાેકે, વિવાદ ઉઠતા જ આયોજકો દ્વારા ગઈકાલે સાંજે સ્ટોલને ઢાંકી દેવાયો હતો.

જાેકે, પુસ્તક સામગ્રી હજુ સ્ટોર પર ઉપલબ્ધ છે. અમદાવાદના જીએમસડીસી ગ્રાઉન્ડ પર આયોજિત નેશનલ બુક ફેરમાં દુષ્કર્મના આરોપી આસારામની સંસ્થાને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. જાેકે, આ સ્ટોલને લઈને વિવાદ થયો હતો. તેથી આયોજકો દ્વારા ૩૧ અને ૩૨ નંબરના જ્ઞાન ગંગા નામના સ્ટોરને કાપડથી ઢાંકવામાં આવ્યો હતો. જેથી આ સ્ટોરને માત્ર ઢાંકવામાં આવ્યો હતો. જાેકે પુસ્તક સામગ્રી હજુ પણ સ્ટોરમાં ઉપલબ્ધ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર ૨૦૨૪નું ઉદ્‌ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્‌ઘાટન બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટોલ પરથી શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા અને રામાયણ સહિતનાં પુસ્તકોની ખરીદી પણ કરી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ૬ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન નવમા વાઈબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. બુક ફેરનો સમય દરરોજ બપોરે ૧૨થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો છે. સાત દિવસ સુધી ચાલનારા બુક ફેરમાં સમગ્ર દેશના ૬૫ જેટલા પુસ્તક પ્રકાશકોના ૧૪૦થી વધુ બુક સ્ટોલ્સ પર ઇતિહાસ, સંસ્કૃત, કલા સ્થાપત્ય, બાળ સાહિત્ય, ધર્મ-અધ્યાત્મ, વિજ્ઞાન, ફિલોસોફી સહિત અનેકવિધ વિષયો પરનાં લાખો પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે. વાંચકો પોતે વાંચેલાં પુસ્તકોને પુસ્તક પરબ પર દાન કરી શકશે તથા અન્ય વાંચકોએ આપેલાં પુસ્તકો વાંચવા માટે મેળવી શકશે.

Follow Me:

Related Posts