રશ્મિકા મંદાના એરપોર્ટ પર ખોટી કારમાં બેસી ગઈ, વિડીયો થયો વાઈરલ
સંદીપ વાંગા રેડ્ડીની ફિલ્મ ‘એનિમલ’ એ વિશ્વભરમાં લગભગ ૯૦૦ કરોડ રૂપિયાની બમ્પર કમાણી કરી છે. ફિલ્મના ક્રૂ અને કાસ્ટ શનિવારે રાત્રે સક્સેસ પાર્ટી માટે ભેગા થયા હતા જેમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, તૃપ્તિ ડિમરી, અનિલ કપૂર અને બોબી દેઓલ જેવા કલાકારો સામેલ થયા હતા. ફિલ્મ એનિમલ અભિનેત્રી રશ્મિકા મંદાના પાર્ટી એન્જાેય કરી રહી છે. એનિમલ ફિલ્મમાં રણબીરની પત્નીના પાત્રમાં જાેવા મળી હતી..
રશ્મિકા એનિમલની સક્સેસ પાર્ટીના અનેક વીડિયો વાયરલ થયા છે. એક વીડિયોમાં રણબીર તેને કિસ કરતો જાેવા મળી રહ્યો છે. તો અન્ય વીડિયોમાં તૃપ્તિ ડિમરી તેને ગળે લગાવતી જાેવા મળી રહી છે. રશ્મિકા મંદાનાએ માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ નહિ પરંતુ એનિમલથી બોલિવુડમાં પણ મજબુત ફેનફોલોઈંગ બનાવી છે. આ વીડિયો મુંબઈ એરપોર્ટનો છે જ્યાં રશ્મિકા ઉતાવળમાં ખોટી ગાડી પાસે આવી પહોંચે છે, ત્યારે પાછળથો ટીમ તેને કહે છે આ તેની કાર નથી.. તમને જણાવી દઈએ, અભિનેત્રી રશ્મિકા મંદાના હાલમાં તે મુંબઈની એક પાર્ટીમાં પહોંચી હતી.
જ્યાં અન્ય સ્ટાર પણ જાેવા મળ્યા હતા. રશ્મિકા મંદાનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં રશ્મિકા તૃપ્તિ ડિમરીને ગળે લગાવતી જાેવા મળી રહી છે. સાથે વધુ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.. આ વીડિયોમાં રશ્મિકા ખુબ જ ઉતાવળમાં જાેવા મળી રહી છે અને તેની પાછળ ચાહકો પણ જાેવા મળી રહ્યા છે અને તે ખોટી કારમાં બેસી જાય છે. ત્યારબાદ તેની પાછળ ઉભેલા લોકો કહે છે આ તેની કાર નથી.
Recent Comments