fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના નાના ભમોદરા ગામે થી મળી આવેલ અજાણ્યા બાળક નું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવતી SHE-Team સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ટીમ-

તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એક ટેલીફોનિક વર્ધી મળેલ કે, સાવરકુંડલા તાલુકાના નાના ભમોદ્રા ગામે એક સગીર વયની બાળા મળી આવેલ છે જે બાળા સાંભળી શકતી ન હોય તેમજ બોલી શકતી ન હોય જે બાળા પોતાના વાલી વારસ નુ નામ કે સરનામુ જણાવી શકતી નથી એ રીતે ની ટેલીફોનીક વર્ધી મળતા સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશન SHE-Team તથા સ્ટાફના માણસો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને સગીર બાળાને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન લાવી ચા-નાસ્તો કરાવીને તેમના વાલી વારસ બાબતે પૂછતાં સાંભળી શકતી ન હોય

અને બોલી શકતી ન હોય જેથી જણાવેલ ન હોય બાદ ટેકનીકલ સોર્સીર્સ તેમજ હ્યુમન સોર્સ ના માધ્યમથી તપાસ કરતા આ સગીર બાળા સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં રહેતા રાજુભાઇ બાઘાભાઇ ચુડાસમા રહે.સાવરકુંડલા,કબીર ટેકરી તા.સાવરકુંડલાવાળા જેના વાલી વારસ હોવાનુ જાણવા મળેલ અને સગીર બાળા તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ સવારના અગીયારેક વાગે ઘરેથી નીકળી ગયેલ હોય જેથી રાજુભાઇ બાઘાભાઇ ચુડાસમાનાઓને આ ગુમ થયેલ સગીર બાળાને પરત સોંપી આપી SHE-Team સાવરકુંડલા રૂરલ પોલીસ દ્વારા માનવતાનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડી હદય સ્પર્શી કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી પો.ઇન્સ. પી.એલ.ચૌધરી તથા પો.સબ.ઇન્સ.આર.એલ રાઠોડ  તથા એન.એસ.મુસાર ની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની SHE-Team તથા સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts