સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાથસણીરોડ રાધેશ્યામ સોસાયટીમાં મઢુલી વાળી શેરીમાં રહેતા મેહુલભાઇ કેશુભાઇ બગડાના રહેણાંક મકાનેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ
મ્હે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓએ તથા સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા જીલ્લામાંથી દારૂની બદી સદંતર દુર કરવાં પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, શ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોકકસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં હાથસણીરોડ, રાધેશ્યામ સોસાયટી,મઢુલી વાળી શેરીમાં મેહુલભાઇ કેશુભાઈ બગડાના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટાના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી, મજકુર ઇસમ વિરૂધ્ધમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડાયેલ આરોપીની વિગત:
મેહુલભાઇ કેશુભાઇ બગડા ઉ.વ.૨૩ ધંધો.હીરાધસવાનો રહે. સાવરકુંડલા, રાધેશ્યામ સોસાયટી, મઢુલી વાળી શેરી જી.અમરેલી
- પકડાયેલ મુદ્દામાલની વિગત :
(૧) ભારતીય બનાવટની વિદેશી દારૂની દારૂની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY NOT FOR SALE IN MADHYAPRADESH FOR SALE IN UT OF DADRA AND NAGAR HAVELI AND DAMAN AND DIU ONLY
લખેલ ૭૫૦ એમ.એલ ની કંપની રીંગ પેક બોટલો નંગ-૦૭ કી.રૂ.૨૧૦૦/-
(२) IMPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY NOT FOR SALE IN MAHARASHTRA STATE FOR SALE IN U.T OF DADRA AND NAGAR HAVELI AND DAMAN AND DIU ONLY લખેલ ૭૫૦ એમ.એલ ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ-૦૩ ની કી.રૂ.૧૦૮૦/-
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ એચ.પી.ગોહિલ, હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ જીવરાજભાઇ, પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. વનરાજભાઇ ગભાભાઇ,પો.કોન્સ. નાગજીભાઇ રામભાઇ,પો.કોન્સ. ભરતભાઇ રાણાભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
Recent Comments