fbpx
રાષ્ટ્રીય

સ્પેનમાં ફ્લૂ અને કોવિડ ચેપને કારણે, સમગ્ર દેશમાં માસ્ક ફરજિયાત કરાયું

આપણા બધા માટે, કોવિડ એ આ સદીની સૌથી મોટી ઘટના છે જેને આપણે ભાગ્યે જ ભૂલી શકીશું. અત્યારે પણ એ દિવસો પાછા ન આવી જાય એવો ડર છે. પરંતુ, એ પણ સ્પષ્ટ છે કે જાે આપણે બધા યોગ્ય રક્ષણ લઈએ તો આવું નહીં થાય. આવું જ કંઈક સ્પેનમાં કરવામાં આવ્યું છે.

સ્પેનના આરોગ્ય પ્રધાન મોનિકા ગાર્સિયાએ દેશભરના આરોગ્ય કેન્દ્રોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે કારણ કે સ્પેનમાં ફ્લૂ અને કોવિડ ચેપ તેમની ટોચ પર છે. સ્પેનના આરોગ્ય મંત્રાલયે હોસ્પિટલો અને આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં માસ્ક પહેરવાનો આદેશ આપ્યો હતો અને લોકોને અન્ય તબીબી સુવિધાઓ જેમ કે ખાનગી ક્લિનિક્સ, ફાર્મસીઓ અને ડેન્ટિસ્ટ ક્લિનિક્સમાં માસ્ક પહેરવાની ભલામણ કરી હતી. મંત્રાલય કહે છે કે આપણે આપણા સૌથી નબળા અને સરળતાથી સંક્રમિત લોકોની સુરક્ષા કરવી પડશે.

ગયા અઠવાડિયે કેટલાક સ્પેનિશ પ્રદેશોએ હોસ્પિટલોમાં દર્દીઓ, મુલાકાતીઓ અને સ્ટાફને માસ્ક પહેરવાનો આદેશ આપ્યો હતો. સ્પેનની કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે આ આદેશ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. મેડ્રિડ અને કેસ્ટિલ-લિયોન સહિતના કેટલાક પ્રદેશોના વાંધાઓ હોવા છતાં, આરોગ્ય પ્રધાન મોનિકા ગાર્સિયાએ સ્વીકાર્યું કે સલામતી અત્યંત મહત્વપૂર્ણ છે. તાજેતરના અઠવાડિયામાં, સ્પેનમાં કોવિડ -૧૯ અને ફ્લૂના કેસ ઝડપથી વધી રહ્યા છે. જાે બે અઠવાડિયામાં ચેપ ઓછો થઈ જાય તો ઠીક છે, નહીં તો અન્ય પગલાં પણ લેવામાં આવશે.

સ્પેનમાં કોવિડ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્પેન એ યુરોપના છેલ્લા દેશોમાંનો એક હતો જ્યાં કોવિડ રોગચાળા પછી પણ લોકો ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી દરેક જગ્યાએ ચહેરાના માસ્ક પહેરતા હતા. સ્પેનના લોકોમાં શ્વાસની તકલીફ ઝડપથી વધી છે. યુરોપમાં રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંના એક સ્પેનમાં ૨૦૨૦ ની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૧૩,૯૧૪,૮૧૧ પુષ્ટિ થયેલા કોવિડ કેસ અને ૧,૨૧,૭૬૦ મૃત્યુ નોંધાયા છે.

Follow Me:

Related Posts