fbpx
ગુજરાત

અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મી પાલનપુર હાઈવે પર લૂંટાઈ ગયો

પાલનપુર થી અમદાવાદ હાઈવે પર છાપી નજીક અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની જીઆર આંગડીયા પેઢીનો કર્મચારી આંગડીયાના પાર્સલ લઈને જાેધપુર જઈ રહ્યો હતો. બસમાં સવાર થઈને જઈ રહેલા આંગડીયા કર્મીને છાપી નજીક આવેલા ભરકવાડા પાસેની હોટલ પર લૂંટ કરવામાં આવી હતી.

હોટલ પર બસ ચા નાસ્તા માટે ઉભી રહી હતી. એ દરમિયા જ બસમાં ચડવા જતા ત્રણ અજાણ્યા શખ્શોએ લૂંટ આચરીને આંગડીયા કર્મીનો થેલો લૂંટી લીધો હતો. થેલામાં ૨૧ લાખ રુપિયાનો સામાન હતો. આ અંગે છાપી પોલીસે ગુનો નોંધીને ત્રણ લૂંટારુ આરોપીઓની શોધખોળ શરુ કરી છે.

Follow Me:

Related Posts