fbpx
અમરેલી

દામનગર ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ના આયોજન અંગે પાલિકા ખાતે મીટીંગ યોજાય

દામનગર નગરપાલિકા ખાતે અયોધ્યામાં રામચંદ્રજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના ભાગરૂપે શહેર ના તમામ શેક્ષણિક સંસ્થાનો ની મીટીંગ યોજાય  દામનગર માં દરેક લોકોમાં અકલ્પનીય ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં ગાયત્રી મંદિરે દરેક સમાજમાંથી બબ્બે આગેવાનો મળ્યા હતા જેમાં આ અલૌકિક પ્રસંગોનો દામનગરમાં કેવી રીતે આયોજન થઈ શકે તેમનું માઇક્રો પ્લાનિંગ કર્યું હતું દામનગર ને રામ ભગવાનને ગમતું નગર એટલે રામનગર કેવી રીતે બનાવી શકાય તેની ચર્ચા વિચારણા કરી ગામમાં ધજાપતાકા બાંધીને  ઘરે ઘરે દિવડા પ્રગટાવી રંગોળી કાઢી આસોપાલવના તોરણ બાંધી દિવાળી જેવો માહોલ બનશે ગામમાં તા.૧૮/૧૯/૨૦ એમ ત્રણ દિવસ દરમિયાન જુદી જુદી સ્કૂલના બાળકો રેલી કાઢશે

તેમજ દરેક સ્કૂલમાં રામ ભજન ધૂન તેમજ રામચંદ્ર ભગવાન ઉપરની વાતો આ અઠવાડિયા દરમિયાન ચાલુ રહેશે રામચંદ્ર ભગવાન ઉપર નિબંધ બાળકો લખશે સમસ્ત દામનગરના કાર્યક્રમમાં દરેક બાળકો સહ પરિવાર સાથે જોડાઈ તેના માટે દરેક શાળા પરિવાર આયોજન કરી રહી છે સવારે પ્રભાત તેમજ ૨૧ તારીખે સાંજે વિશિષ્ટ કાર્યક્રમનું પણ આયોજન થયું છે જેમાં ૧૯૯૦ માં કાર સેવામાં ગયેલ અનંતરાય ખખ્ખર કિશનભાઇ તન્ના ગૌતમભાઈ રાવળ સ્વર્ગસ્થ કાળુભાઈ સરવૈયા નુ વિશિષ્ટ સન્માન થશે તેમજ શોભાયાત્રા ૨૨ તારીખે સવારે ૯-૦૦ વાગે ભુરખીયા રોડ પર લટુરિયા મંદિરેથી નીકળી લુહાર શેરી રામજી મંદિર કે કે નારોલા સ્કૂલ થી સરદાર ચોકે પહોંચશે જ્યાં આ દિવ્ય પ્રસંગની મહા આરતી કરી પ્રસાદ લઈ છૂટા પડશે

શોભાયાત્રા દરમિયાન દામનગરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને ભાઈચારો વધે અને વિશ્વની અંદર શાંતિ જળવાઈ રહે તેના માટે ચાલતા રથ માં યજ્ઞનું આયોજન કર્યું છે જેમાં આ દિવ્ય પ્રસંગે કોઈ વ્યસન મુક્તિ કરવા માગતું હોય તો યજ્ઞમાં આહુતિ આપી વ્યસન મુક્ત થઈ પોતાનું અને પોતાના પરિવારનું કલ્યાણ કરશે આ અવિસ્મરણીય પ્રસંગ વધુ સારી રીતે કેમ ઉજવી શકાય તેમનું દરેક લોકો ખભે ખભો મેળવીને આયોજન માં જેહમત ઉઠાવે છે અસમય અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી રામચંદ્રજી ની અયોધ્યા ખાતે પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉત્તમોત્તમ ઉજવણી માટે સમગ્ર શહેરીજનો માં અનેરો ઉત્સાહ દૈનિક દરેક વિસ્તારો માં અલગ અલગ મિટાગો નો ધમધમાટ શરૂ 

Follow Me:

Related Posts