સાવરકુંડલા શહેરમાં શ્રી લાખેવ ઉત્સવ સમિતિ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અપંગ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો.

સાવરકુંડલા ખાતે આવેલ સંત શ્રી આપાલાખા મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લૂલી લંગડી ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યો હતો. સંત શ્રી આપાલાખાના સમયથી ચાલી આવતી આ પરંપરાને મહંત શ્રી નાનજીભગતે આજે પણ જાળવી રાખી છે. આ સત્કાર્યમાં મહંત શ્રી નાનજીભગત ઉપરાંત સ્યંમ સેવકોમાં હરેશભાઈ ગેલાતર, હિરેનભાઈ વેગડા, મોહનભાઈ બારૈયા, કાનજીભાઈ સોંદરવા, નરેશભાઈ સોંદરવા, અશોકભાઇ ધમલ, ભરતભાઈ બારૈયા, જીતુભાઇ સોંદરવા તથા સર્વ લાખેવ ઉત્સવ સમિતિના સભ્યોએ ઉત્સાહથી આ સેવાકાર્યમાં ભાગ લીધો હતો
Recent Comments