fbpx
રાષ્ટ્રીય

ભારત દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ “જય શ્રી રામ”ના નારા ગુંજ્યાઅમેરિકામાં હજારો લોકો એકઠા થઈ શ્રીરામનો જયજયકાર બોલાવતા જાેવા મળ્યા

ભારત દેશ જ રામમય બન્યો છે તેવું નથી.. પરંતુ વિદેશમાં પણ રામના નામની ગૂંજ ગુજવા લાગી છે. અમેરિકામાં હજારો લોકો એકઠા થઈ શ્રીરામનો જયજયકાર બોલાવતા જાેવા મળ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે તેનો આનંદ વિશ્વભરમાં જાેવા મળી રહ્યો છે. અમેરિકાના ન્યૂજર્સી અને મેરીલેન્ડના આ દ્રશ્યો પૂરાવા છે કે, રામના ભક્તો દુનિયાભરમાં છે. ભારતીય મૂળના લોકોએ મળીને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આનંદ વ્યક્ત કર્યો.

આ દ્રશ્યો જ સાબિતી પૂરે છે કે, દુનિયા રામમય બની ગઈ. એક તરફ ન્યૂજર્સીમાં લોકોએ રેલી કાઢીને આનંદ વ્યક્ત કર્યો. હજારોની સંખ્યામાં લોકો શ્રીરામના ધ્વજ લઈને રેલી કાઢી હતી. બીજી તરફ અમેરિકાના મેરીલેન્ડમાં તો અનોખું જ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં લોકોએ ગાડી પાર્ક કરીને રામના ગીતો વગાડ્યા હતા. સાથે જ હેડલાઈટને ઓન ઓફ કરીને સંગીત સાથે લયબદ્ધ કર્યું.. હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts