fbpx
ગુજરાત

પાલનપુરમાં ટ્રક ચાલકે રસ્તા પર નમાજ અદા કર્યાનો વિડીયો વાયરલ થતાં ગુનો નોંધાયો

પાલનપુર શહેરમાં રસ્તા પર નમાજ અદા કરવાના મામલે હવે પોલીસે ગુનો નોંઘ્યો છે. જાહેર રસ્તા પર જ ટ્રકને ઉભી રાખી દઈને નમાજ અદા કરવાને લઈ ટ્રાફિક જામ થયો હોય એવુ નજર આવતા સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. રસ્તા પર જ નમાજ અદા કરવાને લઈ વાયરલ થયેલા વીડિયોને લઈ સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી હતી. આ સાથે જ અન્ય વિગતો મેળવીને એરોમા સર્કલ નજીકની આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે ટ્રક અને ટ્રક માલિકની શોધખોળ શરુ કરી છે.

Follow Me:

Related Posts