સાવરકુંડલા ખાતે આવેલ કાણકિયા કોલેજમાં સ્વામી વિવેકાનંદ રમતોત્સવ અંતર્ગત રસ્સા ખેંચ સ્પર્ધા રસાકસી પૂર્ણ રીતે સંપન્ન થઈ
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને એમ આર સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ- સાવરકુંડલા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬/૧/૨૪ના રોજ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન થયેલ. સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવેલ. કોલેજના પ્રિ. ડો.એસ.સી.રવિયાએ સ્પર્ધામાં ઉપસ્થિત મેહુલભાઈ ત્રિવેદી (પ્રમુખશ્રી સા.કું. ન.પા.), પ્રવીણભાઈ સાવજ (પ્રમુખ,શહેર ભાજપ), રાજેશભાઈ નાગ્રેચા (મહામંત્રી), કરસનભાઈ આલ(શાસક પક્ષ નેતા), લલીતભાઈ મારુ, અનિરુદ્ધસિંહ રાઠોડ (યુવા ભાજપ પ્રમુખ), લાલાભાઇ ગોહિલ (સદસ્ય) તથા સ્પર્ધાના આયોજક નીરજભાઈ ત્રિવેદી, ગીરીશભાઈ નાંદોલીયા તથા ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ યુવાવસ્થામાં શારીરિક સશક્તતાથી તંદુરસ્ત જીવન ઉત્તમ પ્રકારે જીવી શકાય તે બાબતે પ્રસંગોચિત વાતો કરેલ. રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાઈઓની કુલ છ અને બહેનોની બે ટીમે ભાગ લીધેલ. કોલેજના વિદ્યાર્થીઓની બહોળી સંખ્યા વચ્ચે આ તમામ ટીમોએ શક્તિ પ્રદર્શન કરી ઉત્તમ પ્રકારે દેખાવ કરેલ. સમગ્ર સ્પર્ધા અંત સુધી રસાકસી પૂર્ણ રહેલ. સ્પર્ધામાં ભાઈઓમાં અર્જુન ઇલેવન ટીમ તથા બહેનોમાં પૃથ્વીબા ઈલેવન ટીમ વિજેતા બનેલ. સમગ્ર રસ્સા ખેંચ સ્પર્ધાની પ્રેક્ટિસ તથા આયોજન કોલેજના વીઝીટીંગ પીટીઆઇ એજાજભાઈ કાજીએ કરેલ તેમજ સ્પર્ધાને સફળ બનાવવા કોલેજના તમામ સ્ટાફે જહેમત ઉઠાવેલ એમ પાર્થ ગેડીયાની એક યાદીમાં જણાવાયું હતું
Recent Comments