જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષનો વિજય થયો સુપ્રીમ કોર્ટેનો જ્ઞાનવાપી કેસમાં વજૂખાના સફાઈ કરવા આદેશ
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સીલબંધ વિસ્તારની સફાઈની માંગ કરતી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ પક્ષે જ્ઞાનવાપીના સીલ કરાયેલા વિસ્તારને ખોલવાની અને તાત્કાલિક સફાઈની માંગ કરતી અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હિંદુ પક્ષની માગણી સ્વીકારી છે અને સફાઈનો આદેશ આપ્યો છે. કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ સફાઈ કરવાની પરવાનગી આપી છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મસ્જિદ પક્ષે કહ્યું કે તેમને આ અરજી સામે કોઈ વાંધો નથી.
હિન્દુ પક્ષે કથિત શિવલિંગના કુંડમાં માછલીઓના મોત બાદ ફેલાયેલી ગંદકીને તાત્કાલિક સાફ કરવાની માંગ કરી હતી. હિન્દુ પક્ષનું કહેવું છે કે અમારી માન્યતા મુજબ શિવલિંગ ત્યાં હાજર છે અને શિવલિંગને કોઈપણ પ્રકારની ગંદકી અને મૃત જીવોથી દૂર રાખવાની જરૂર છે. આવી ગંદકી વચ્ચે શિવલિંગની હાજરી અસંખ્ય શિવભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને ઝ્રત્નૈંની અધ્યક્ષતાવાળી બેંચને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની યાદી અનુસાર આ કેસની સુનાવણી ૧૯ જાન્યુઆરીએ થવાની છે. જાે કોર્ટ સુનાવણી માટે અગાઉની તારીખ આપે તો સારું રહેશે. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે આ માટે ઈમેલ મોકલો અને મામલાને રજિસ્ટ્રી સમક્ષ મુકો.
અમે જાેઈશું કે આ મામલો ક્યારે સુનાવણી માટે સૂચિબદ્ધ થઈ શકે છે. હિંદુ પક્ષ હાલમાં જ્યાં જ્ઞાનવાપી મસ્જિદ સ્થિત છે તે જગ્યાએ મંદિરના પુનઃસ્થાપનની માંગ કરી રહ્યું છે. હિંદુ પક્ષ અનુસાર, જ્ઞાનવાપી મસ્જિદ એ મંદિરનો એક ભાગ છે. જ્ઞાનવાપી સંકુલનો વિવાદ લગભગ ૩૫૦ વર્ષ જૂનો છે જ્યારે તે ઔરંગઝેબના શાસનમાં હતો. હિંદુ પક્ષનું કહેવું છે કે ૧૬૬૯માં ઔરંગઝેબના આદેશ પર મંદિર તોડવામાં આવ્યું હતું અને ત્યાં મસ્જિદ બનાવવામાં આવી છે. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને ૨૧મી જુલાઈ ૨૦૨૩ના રોજ જિલ્લા ન્યાયાધીશ ડૉ.અજય ક્રિષ્નાએ જ્ઞાનવાપી સંકુલમાં સીલબંધ વજૂખાના સિવાય સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ૪ ઓગસ્ટે છજીૈં સર્વેને મંજૂરી આપી હતી. આ દરમિયાન કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જાે કોઈ પણ કેસમાં પરિસ્થિતિ સર્વેક્ષણથી સ્પષ્ટ થાય તો કોઈપણ પક્ષને કોઈ સમસ્યાનો સામનો કરવો ન જાેઈએ.
Recent Comments