fbpx
ગુજરાત

કેડીલાનાં રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં પોલીસે નોટીસ પાઠવી

અમદાવાદના કેડીલાનાં રાજીવ મોદી સામે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ મામલે અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે પછી સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીને નોટિસ પાઠવવામાં આવી છે. નિવેદન લખાવવા તેમજ તપાસમાં સાથ સહકાર આપવા નોટિસ પાઠવવાાં આવી છે.

કેડીલાનાં રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલી છે.રાજીવ મોદી અને તેના ૐઇ વિરુદ્ધ સોલા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે. સોલા પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહીને તેજ કરવામાં આવી છે. તેના જ અનુસંધાને અત્યાર સુધીમાં ૪૦ જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. હવે સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીને નોટિસ પાઠવવામાં આવી છે. તપાસમાં સાથ સહકાર આપવા તેમજ નિવેદન લખાવવા પોલીસ સમક્ષ હાજર થવા નોટિસમાં જણાવવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં જે ૪૦ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે,

તેમાં તેમના ઓફિસનો સ્ટાફ, તેમના ફાર્મ હાઉસના સુરક્ષા કર્મી,રસોઇયા સહિતના લોકોનો સમાવેશ થાય છે.અન્ય સાક્ષીઓની તપાસ માટે પોલીસ રાજ્ય બહાર જશે અને ત્યાં કેડિલાના જે અન્ય ઓફિસના કર્મચારી છે,તેના પણ નિવેદન લેવામાં આવશે.

Follow Me:

Related Posts