વિજાપુર,લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને એક મોટો ઝટકો મળ્યો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા સી. જે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. સી.જે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું છે. ચતુરસિંહ. જે ચાવડા ઉત્તર ગુજરાતના વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય હતાં. આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડનાર સીજે ચાવડાએ હારનો સામનો કર્યો હતો. ત્યારબાદ વિજાપુર વિધાનસભા બેઠક પરથી સીજે ચાવડાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જ્યાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસને હવે એક વર્ષ અને એક મહિના બાદ સીજે ચાવડાએ રામરામ કરી દીધા છે. આ પહેલા સીજે ચાવડા વર્ષ ૨૦૧૭માં પણ ચૂંટણી લડી ચૂક્યા છે.
સીજે ચાવડાએ કોંગ્રેસને ‘રામ રામ’ કહી દીધું સી. જે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું

Recent Comments