ગુજરાત

વડોદરા બોટ દુર્ઘટનામાં ૬ આરોપીઓને ઝડપી લેવાયા, ૧૮ લોકો સામે ગુનો નોંધાયો

વડોદરાની હરણી નદીમાં ૨ શિક્ષકો અને બાળકો સહિત ૧૪ લોકોના મોતની ઘટનાએ હૈયા હચમચાવી દીધા છે, ત્યારે હવે તંત્રએ જવાબદારો સામે કડક પગલાં લેવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના સૂત્રો મુજબ, અત્યાર સુધી કુલ ૬ આરોપીને ઝડપી લેવાયા છે. જેમાંથી અગાઉ લેક ઝોનના મેનેજર, બોટ ચલાવનાર અને બોટ સેફ્ટી સંબંધિત ૩ લોકો પકડાયા હતા. તો, હવે કોન્ટ્રાક્ટ કંપનીના ૩ ડાયરેક્ટરોને ઝડપી લેવાયા છે.

આ મામલે આરોપીઓ સામે પાલિકાના કાર્યપાલક ઇજનેરે ફરિયાદ દાખલ કરાવી છે. હરણી નદીમાં બોટનો કોન્ટ્રાક્ટ કોટીયા નામની કંપનીને અપાયો હતો અને કંપનીમાં ૧૫ જેટલા લોકોની ભાગીદારી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી અમુકના મૃત્યુ થઇ ચૂક્યા છે. તો, હાલના તમામ ડિરેક્ટરો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. અને ૧૮ લોકો સામે ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ ૭ લોકોની જીૈં્‌ તપાસ કરી રહી છે. આ કંપનીએ પાલિકા સાથે શું કોન્ટ્રાક્ટ કર્યો હતો? કંપનીના ઉપરી લોકો કોણ છે ? શું બોટ રાઇડ્‌સ માટે તેમણે કોઇ પેટા કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો ? આ તમામ સવાલોના જવાબ ઉકેલવા સરકારના આદેશ મુજબ કાર્યવાહી થઇ રહી છે.

Follow Me:

Related Posts