અમરેલી જિલ્લામાં આગામી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરીયમ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાશે. તા.૨૧ જાન્યુઆરી,૨૦૨૪ને રવિવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યે રાસ, સુગમ સંગીત, કથ્થક, લોકગીત, ભજન, તબલા, હાર્મોનિયમ, દોહા છંદ ચોપાઈ, ગરબા, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકવાર્તા, ધોળ, હાલરડાં, શરણાઈ, મંજીરા, રામસાગર, બેન્જો, ઢોલ, વાંસળી, પ્રભાતિયા વગેરેની સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષાએ એન્ટ્રી કરેલ સ્પર્ધક કલાકારને ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવે છે. અમરેલી તાલુકાકક્ષા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં વિવિધ ૨૧ કૃતિઓ માટે સ્પર્ધાઓનું આયોજન થશે. તેમ અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એમ યાદીમાં જણાવ્યુ છે.
અમરેલી ખાતે તાલુકા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે

Recent Comments