મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૭ એકમ(કંપની)માં ડિપ્લોમા(મિકેનિકલ, ફાયર-સેફ્ટિ), આઇટીઆઇ – ફિટર, વેલ્ડર, RFM, ઇલેક્ટ્રિશિયન, પ્લંબર, ૧૦પાસ, ૧૨પાસ, ગ્રેજયુએટ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓ માટે મિકેનિકલ એન્જિનિયર, AOCP-ITI, ફિટર, વેલ્ડર, હેલ્પર, સેફ્ટિ ઓફિસર, ચિલિંગ પ્લાન્ટ ઓપરેટર, બિઝનેસ ડેવલપમેંટ એક્સિક્યુટિવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૪/૦૧/૨૦૨૪ (બુધવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, ડો. આંબેડકર ભવન, પાનવાડી, ભાવનગર, ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪(ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગરની યાદીમાં જણાવાયુ છે.
ભાવનગરમાં તા. ૨૪ જાન્યુઆરીના રોજગાર ભરતીમેળો યોજાશે

Recent Comments