અમરેલી

અમરેલી તાલુકાનાં નાના ભંડારીયા ગામે બ્રીજ બનાવવા બાબત

સવિનય સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને અમરેલી તાલુકાનાં નાના ભંડારીયા ગામમાં પ્રવેશવા માટે વોકળામાંથી પસાર થતા રોડનો સહારો લઈને લોકોને ગામમાં પ્રવેશવું પડે છે,જેને લીધે આ વોકળામાં ચોમાસાની ઋતુમાં જયારે કમર સુધી પાણી ચાલતું હોય ત્યારે ગ્રામજનોને ગામમાં પ્રવેશવું મુશ્કેલ બની જાય છે. નાના ભંડારીયા તથા વડેરા ગામમાં જવા માટેનો આ મુખ્ય રોડ છે અને તે રોડ વોકળામાથી પસાર થતો હોય જેને લીધે નાના ભંડારીયા તથા વડેરા ગામનાં લોકોને ગામમાં જવું મુશ્કેલ બને છે તથા નાના ભંડારીયા ગામની હાઈસ્કૂલ ગામની બહાર આવેલી હોય જેથી કરીને ગામનાં વિધાર્થીઓને હાઈસ્કૂલે જવું મુશ્કેલ બની જાય છે, જેથી કરીને નાના ભંડારીયા તથા વડેરા ગામનાં લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ કરવા માટે તાત્કાલિક ધોરણે આ વોકળા ઉપર માઇનોર બ્રીજ બનાવવા માટે આપ સાહેબશ્રીને વિનંતી સહ ભલામણ કરું છું.

Follow Me:

Related Posts