કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભાનાં સંયુક્ત ઉપક્રમે અવધમા ઓજસ “બિરાજો પ્રભુ” પરિસંવાદ
બોટાદ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભાનાં સંયુક્ત ઉપક્રમે અવધમા ઓજસ “બિરાજો પ્રભુ” પરિસંવાદ અને “રામ કૃપા એને રોજ દિવાળી” કવિ સંમેલનનો ભવ્ય ઉપક્રમ કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંપન્ન
એક કવિતાથી સમગ્ર વિશ્વમાં માતૃ વાત્સલ્યની જ્યોત જલાવી રાખનાર કવિશ્રી બોટાદકરની જન્મભૂમિ અને બળુકી કલમ થકી લોક સાહિત્ય, આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો,લોક સંસ્કૃતિ અને તળની વાર્તાઓ અને પાદરના પાળિયાઓની વંદના કરતી તેમજ ભવ્ય ભારતનાં રાષ્ટ્રપ્રેમની અનેક કવિતાઓનો વૈભવ પાથરનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એવાં બોટાદના આંગણે કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અવધમા ઓજસ “બિરાજો પ્રભુ” પરિસંવાદ અને “રામ કૃપા એને રોજ દિવાળી” કવિ સંમેલનનો અજવાસી અવસર ચરિતાર્થ થયો
૨૨ મી જાન્યુઆરીના ઐતિહાસિક દિવસે બોટાદના મોટી સંખ્યામાં ઉપસ્થિત સાહિત્ય રસિકોની હાજરી અને અનેરા ઉત્સાહ સાથે અવધના રામલલ્લાના અક્ષતના કળશના પૂજન સાથે મંચસ્થ પૂજ્ય સંતો અને મહાનુભાવોના વરદ હસ્તે રુડાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરુઆત કરવામાં આવી
દીપ પ્રાગટ્ય બાદ બોટાદના રાણપુર તાલુકાની એક ખૂબ સામાન્ય પરિવારમાંથી આવી ચિલ્ડ્રન યુનિવર્સીટી સુધી પોતાનાં મીઠાં મધુર ગળાના સૂરો થકી પદ્મશ્રી દિવાળીબેન ભીલની યાદ અપાવતી વ્હાલી દીકરી ડાંગી લસુબેન દ્વારા સુંદર મજાનું ભાવગીત “રામ આયેંગે” રજુ થયું અને સૌ લસુના સુરિલા સૂરમાં મંત્રમુગ્ધ બન્યાં ત્યાર બાદ બેન લસુ દ્વારા વધુ એક ઉત્તમ ગીત “ભારતમાતાનો હો !!! ત્રીરંગી વાવટો” રજૂ કરી સૌનો રાજીપો મેળવ્યો
સુંદર પ્રાર્થના અને સંગીતમય પ્રસ્તુતી બાદ બોટાદકર સાહિત્ય સભાનાં પ્રમુખ વ્હાલાં દાદુ (પકંજભાઈ ભટ્ટ) દ્વારા સૌ મંચસ્થ મહાનુભાવોને પોતાની આગવી શૈલીમાં શાબ્દિક રીતે આવકારવામાં આવ્યાં સાથે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભાનાં આત્મિય જોડાણના વાહક પરમ આદરણીય શ્રી ભાગ્યેશ જ્હા સાહેબ અને આદરણીય શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો
શાબ્દિક અભિવાદન બાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવાનો આદરપૂર્ણ ઉપક્રમ ચરિતાર્થ થયો જેમાં સૌને સુંદર મજાનાં મોમેન્ટો,પુષ્પમાલા, અને પુસ્તક દ્વારા સૌનું અદકેરું સન્માન કરવામાં આવ્યું
સન્માનિય મહાનુભાવોમા લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવાં ધજાળા લોમેવધામના શિક્ષત અને દિક્ષિત મહંત મહારાજ પૂજ્ય ભરતબાપુ તથા સૌના પ્રિય યુવા વિદ્વાન કથાકાર શ્રી જય મહારાજ તથા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનિયા સર તથા વિશ્વ હિન્દુ પરિષદ બોટાદના અધ્યક્ષ શ્રી સતુભાઈ ધાધલ,તથા બજરંગ દળ બોટાદના અધ્યક્ષ શ્રી ભગીરથસિંહ વાઘેલા,બરવાળા તાલુકા પંચાયતના યુવા કર્મઠ પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ ખાચર,નાયબ મામલતદાર શ્રી દોલુભાઈ ખાચર,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બરવાળા ભાઈશ્રી સુરેશભાઈ ગઢિયા, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્યાય સાહેબ,બ્રહ્માંડ વિજ્ઞાન પુસ્તકના લેખક શ્રી રાવતભાઈ ખાચર, આ બધાજ મહાનુભાવોનું સુંદર સન્માન કરવામાં આવ્યું
સન્માન બાદ સૌ કાર્યક્રમનાં હાર્દ રુપ એવાં પરિસંવાદના પ્રથમ વક્તા એવા શ્રી જય મહારાજ દ્વારા “રામરાજ્ય,આપણી સાંસ્કૃતિક ધરોહર અને સાંસ્કૃતિક જીવન પ્રણાલિ” એવાં સુંદર વિષય પર પોતાની આગવી અને રસાળ શૈલીમાં મનનીય વકતવ્ય રજૂ થયું…. સુંદર ઉદાહરણો અને ભગવાન રાઘવેન્દ્ર સરકારનાં જીવનની આદર્શ વાતો થકી જય મહારાજે વિષયને ખૂબ ન્યાય આપી કાર્યક્રમને દિપાવ્યો….. પ્રથમ પરિસંવાદ પુર્ણ કર્યા બાદ બોટાદના વડિલ અને અંબાલાલ જેવી કોઠાસૂઝ ધરાવનાર ભાઈશ્રી રાવતભાઈ ખાચરનું પોતાનાં અનુભવની એરણે આગવું અને બ્રહ્માંડના રહસ્યો પરનો પોતાનો ઊંડો અભ્યાસ ચરિતાર્થ કરતું પુસ્તક “બ્રહ્માંડ વિજ્ઞાન”પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું પોતાની પુસ્તક યાત્રા અને કેફિયતમા રાવતભાઈની કોઠાસૂઝ થકી થતી આશ્વર્ય ઉપજાવે એવાં સત્યો થકી સૌ અચંબિત બની બ્રહ્માંડ વિજ્ઞાનને તાળિઓથી વધાવ્યું એક બાજું બ્રહ્માંડ નિયંતા ભગવાન રામચંદ્રજી અવધમા બિરાજતા હોય ત્યારે બ્રહ્માંડ વિજ્ઞાન પુસ્તક વિમોચન ખરા અર્થમાં સાર્થક રહ્યું બોટાદકર સાહિત્ય સભાને ગૌરવ છે કે 72 વર્ષના અનુભવોને એક વડિલ પુસ્તક રૂપે અવતરીત કરે એને આદર આપવાની તક મળી…
પુસ્તક વિમોચન બાદ આવાં રુડાં ઉપક્રમને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડિનિયા સરે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં અઢળક શુભેચ્છાઓ સાથે બિરદાવી જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે આજનાં ઐતિહાસિક દિવસે “મને આવા ભવ્ય અને સિલેક્ટેડ સાહિત્ય રસિકો વચ્ચે આવી રામની વંદના કરવાનો મોકો મળ્યો એનો રાજીપો વ્યક્ત કરું છું ” સાહેબના પ્રેરક શબ્દો સૌને ઘણું પ્રોત્સાહન આપી ગયાં સાથે તેમણે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભાના જોડાણને ગૌરવપૂર્ણ ગણાવ્યું
ડીડીઓ સાહેબનાં પ્રાસંગિક પ્રવચન બાદ જેની સૌને રાહ હતી અનેરી શ્રધ્ધા હતી એવાં ધજાળાના ઠાકર પરમ વંદનીય પૂજ્ય ભરતબાપુ દ્વારા પરિસંવાદનું બીજું વક્તવ્ય રજૂ થયું. “રામાયણનાં પાત્રો અને સંસ્કાર શિક્ષણ” એવાં આદર્શ વિષય પર પૂજ્ય બાપુનાં અમૃતબિંદુ જેવાં શબદ સૌને પુલકિત કરી ગયાં પૂજ્ય ભરતબાપુએ પોતાની આગવી સાદગી અને વિદ્વતાપૂર્ણ પ્રતિભાનો પરિચય કરાવતાં રામાયણનાં વંદનીય પાત્રોના નિરુપણ દ્વારા સૌને ધન્યતાનો અનુભવ કરાવતા પ્રસંગો મુકી સૌને ભાવવિભોર કરી દીધાં સૌએ જોરદાર તાળિઓથી પૂજ્ય બાપુનાં વક્તવ્યને વંદન કરી બિરદાવ્યું….
સુંદર પરિસંવાદ બાદ બોટાદની કલા અને સાહિત્ય વાહક એવી ડાંગી લસુ અને એવીજ પ્રતિભાશાળી દીકરી બંસી રત્નાકર નાંગરનુ રાજ્ય કક્ષાએ બોટાદનુ ગૌરવ વધારવા બદલ રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું…આ સાથે બહેનશ્રી રશ્મીબેન પંડ્યા દ્વારા પોતાનાં સુંદર કંઠમાં ભગવાન રામની એક સુંદર રચનાનું મધુર ગાન કરવામાં આવ્યું.
હવે શરૂ થયો સમગ્ર ઉપક્રમનો બીજો પડાવ “રામ કૃપા એને રોજ દિવાળી” કવિ સંમેલન શબદ સરી પડ્યાં
“સાચવીને રાખ બોર એ કામ આવશે,
ક્યારેક તારીએ ઝૂંપડીએ રામ આવશે.”
ભગવાન રામની થીમ પર રાખવામાં આવેલાં આ યાદગાર કવિ સંમેલનમાં બોટાદના શ્રેષ્ઠ કવિઓ દ્વારા મંત્રમુગ્ધ કરતી એક એકથી ચડિયાતી રામલલ્લાની સુંદર રચનાઓ રજૂ કરી સૌને ભક્તિ, શ્રધ્ધા, આદર્શ જીવન, આદર્શ પાત્રો અને રામાયણનું જીવન દર્શન કરાવ્યું કવિશ્રી જિજ્ઞશ વાળા, કવિશ્રી આનંદ ગઢવી, કવિશ્રી કીરણ ખાચર, કવિશ્રી ગોપાલ ચૌહાણ, કવિશ્રી જૈમિન પંડ્યા, કવિશ્રી કુલદીપ ખાચર, કવિશ્રી વિપુલભાઈ, તથા કવિશ્રી પાર્થ ખાચરે પોતાનો કાવ્યપાઠ રજું કરી વાતાવરણને રામમય બનાવી દીધું હતું કવિ સંમેલન બાદ ભગવાન રામલલ્લાને ચોખ્ખા ઘીના લાડુના પ્રસાદનો થાળ ધરવામાં આવ્યો હતો સૌ રામધુન અને બિરાજો પ્રભુ પલંગ ઢાળીને એ ધૃવ પંકિતનુ સાથે ગાન કર્યું હતું કાર્યક્રમનુ આભારદર્શન શ્રી પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું જીવે શબદ કાર્યક્રમના અંતમાં બોટાદના ફેમસ એવાં ચંદનભાઈના મિક્ષ ભજીયાનો ભરપેટ નાસ્તો કરી સૌએ મજા માણી હતી અહીં નામ ઉલ્લેખ ન કરતાં બોટાદકર સાહિત્ય સભાનાં તમામ ફ્લાવર્સનો હ્દયથી ખૂબ ખૂબ આભાર કે સૌએ સાથે મળી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધાં સાથે મોટી સંખ્યામાં હાજર રહેલ બોટાદના સાહિત્ય પ્રેમીઓનો પ્રેરક હાજરી માટે આભારી કાઠી રાજપૂત વિદ્યાર્થી ભુવનના યુવાનોએ પોતીકો અવસર ગણી તમામ વ્યવસ્થામાં પોતાનું 100% યોગદાન આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો માટે દિલથી એ સૌને ભાવ વંદન સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જાણિતા સ્ટેજ સંચાલક અને બોટાદકર સાહિત્ય સભાના કાર્યવાહક અને આ ઉપક્રમના સંયોજક શ્રી પ્રવીણભાઈ ખાચર “પાર્થ” દ્વારા કરવામાં આવ્યું હતું
આમ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને બોટાદકર સાહિત્ય સભા,બોટાદના સંયુક્ત ઉપક્રમે 22 મી જાન્યુઆરીના ઐતિહાસિક અને ભવ્ય દિવસે આવો જાજરમાન અવસર ચરિતાર્થ થયો
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરની સતત અવિરત ઐતિહાસિક અને અવિસ્મરણીય યાત્રાને મારા ભાવ વંદન જેની સાદગી,સરળતા અને વિદ્વતા આદર ઉપજાવે એવાં બે વ્યકિત વિશેષ પરમ આદરણીય શ્રી ભાગ્યેશ જ્હા સાહેબ અને અક્ષરના અજવાળાના મજાનાં માણસ મહામાત્ર ડૉ.શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબને ભાવવંદન.
આપ બન્ને મહાનુભાવોના અવિરત અને સતત એક એકથી ચડિયાતા ઉપક્રમો થકી ગુજરાત સાહિત્ય અકાદમીને એક નવી ઊંચાઈ આપી દીધી સરજી.ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે આ કાર્યો સદા પોંખાશે
Recent Comments