અયોધ્યામાં ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓએ ભગવાન શ્રીરામ, સીતા માતા, લક્ષ્મણ અને હનુમાનજીનો વેશ ધારણ કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા રામાયણના પાત્રોથી વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતાં. અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સાવરકુંડલા વિસ્તારમાં આવેલી પ્રિયાંશી પ્લે હાઉસ અને આર.કે.પ્રાથમિક શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યાગ અને વૈરાગ્યના પ્રતીક એવા કેસરી પરિવેશમાં ભૂલકાઓ, વિદ્યાર્થીઓ, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકોની ઉપસ્થિતિમાં અવધ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ઉજવણી શાળાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરી નાના બાળકો અને વાલીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી આ તકે શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ આસનાની, આચાર્ય કોમલબેન આસનાની, શિક્ષિકા આશાબેન સહિતના સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
સાવરકુંડલામાં ભૂલકાઓની લોકપ્રિય નગરી સમી પ્રિયાંશી પ્લે હાઉસના વિદ્યાર્થીઓને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે રામ દરબારની ઝાંખી કરાવવામાં આવી.


















Recent Comments