સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે આવેલ શ્રી પી.પી. એસ. હાઈસ્કૂલમાં ક્વીઝ યોજાઈ
તા. ૨૪ જાન્યુઆરીના રોજ વંડાની શ્રી પી.પી. એસ. હાઈસ્કૂલમાં શાળાના ભૂતપૂર્વ ગ્રંથપાલશ્રી જી. એ. બદામીએ શાળાને અર્પણ કરેલ ફંડમાંથી ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧૨ના વિદ્યાર્થી ભાઈ બહેનોની ગુજરાતી, અંગ્રેજી, ભૂગોળ તેમજ અર્થશાસ્ત્ર વિષયો પર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીલેકશન કરી ક્વિઝ કોમ્પીટીશનનું રસપ્રદ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૦ વિદ્યાર્થી ભાઈ બહેનોની પસંદગી કરવામાં આવેલ તેમજ તેમને વિવિધ ગ્રુપોમાં બગડા માનસી, લુણસર સંજના, બોરીચા ઉપાસના,ચાવડા ક્રિષ્ના, રંગાણી પાર્થ, પરમાર મહેશ, મેર સાજન, પરમાર પાયલ ,ચોહાણ દર્શન ,કાંટારિયા અસ્મિતા તેમજ અવેજીમાં મકવાણા શીતલ ,હરિયાણી ખ્યાતિએ ભાગ લીધો હતો.સ્પર્ધાના નિર્યાણકોમાં નિર્ણાયક તરીકેની ભુમિકા સંજયભાઇ વિસાણી તેમજ કાપડીયા સાહેબે નિભાવી હતી. સાથે ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના મહાન ગ્રંથ રામાયણના અંતર્ગત પ્રશ્નોત્તરી સ્પર્ધાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનું સંચાલન શ્રી પ્રહલાદભાઇએ સંભાળ્યું હતું. ક્વિઝના વિજેતા ગ્રૃપોને વિવિધ ઇનામો તેમજ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહીતભાઇ ઓઝાએ કર્યું હતું એમ દિપકભાઇ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
Recent Comments