fbpx
ગુજરાત

રેલનગરમાં પાણીના બિલ મુદ્દે સ્થાનિકોનો વિરોધ, ઇસ્ઝ્ર કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ

રાજકોટના રેલનગરમાં પાણીના બિલ મુદ્દે ફરી એક વાર હલ્લાબોલ થયો છે. રેલનગરમાં પાણીના બિલ મુદ્દે ઇસ્ઝ્ર કચેરીએ મહિલાઓએ હલ્લાબોલ કર્યા છે. ભગિની નિવેદિતા ટાઉનશિપને ૨૮ લાખનું પાણીનું બિલ ફટકાર્યુ હોવાનું સામે આવ્યુ છે. તેમજ પાંચ વર્ષનું બિલ એક સાથે આપતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સોસાયટીમાં હાલ ૩૦૮ ફ્લેટમાં ૧૬૫ ફ્લેટ જ ચાલુ સ્થિતિમાં છે. તેમજ બાકી બિલને લઈને મનપાએ કનેકશન કાપી નાખ્યુ છે..

બીજી તરફ પાણી મુદ્દે રજૂઆત કરવા સ્થાનિકો ઇસ્ઝ્ર કચેરીએ પહોંચ્યા છે. તેમજ મનપા દ્વારા ફરી કનેકશન ચાલુ કરી આપવાની ખાતરી આપી છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં મુળી અને થાનગઢ પંથકમાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. તેમજ ખેડૂતો પાણીની પાઈપલાઈનો અને અન્ય સ્ત્રોતમાંથી પાણીની ચોરી કરવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે ગૃહવિભાગે પાણી ચોરી કરનારા સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આદેશ આપ્યા છે.

Follow Me:

Related Posts