fbpx
ગુજરાત

સાધલી ગામે રામ મંદિરને લઈને વિવાદિત પોસ્ટ મુકવા બાબતે ૬ લોકોની ધરપકડ

વડોદરામાં સાધલી ગામના કેટલાક લોકોએ રામ મંદિર અંગે વિવાદિત પોસ્ટ કરવા મામલે ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શિનોર પંથકમાં કેટલાક અસામાજિક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. જે પછી શિનોર પોલીસે ૬ લોકોને પકડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બે-ત્રણ દિવસ પહેલા વડોદરામાં સાધલી ગામના કેટલાક લોકોએ રામ મંદિર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી.

સામાજિક સદભાવ અને શાંતિ ડોહળાઈ તેવી પોસ્ટ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ કરતા પોલીસ સતર્ક બની હતી. બાદમાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. જે પછી હવે છ લોકોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય માસર ગામમાંથી પણ અમુક શખ્સોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. માસર ગામના લઘુમતિ કોમના શખ્સોએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી. જેથી બે કોમ વચ્ચે ઉગ્ર માહોલ ઉભો થાય.જેને લઇ પોલીસે ૫ શખ્સોની અટકાયત કરી હતી. સાથે તેમના મોબાઇલ પણ જપ્ત કરી લીધા હતા.

Follow Me:

Related Posts